FICCI-MoD ડિફેન્સ કોન્કલેવ: સંરક્ષણમાં સ્વદેશીકરણમાં MSMEની નિર્ણાયક ભૂમિકા
અમદાવાદ, 21 માર્ચ: ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા રાજ્ય કક્ષાના ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાંતોએ મિડિયમ, સ્મોલ એન્ડ માઇક્રો આંતરપ્રિન્યોર (MSME) સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણ વધારવા અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. “આત્મનિર્ભર ગુજરાતઃ અપગ્રેડિંગ ધ MSME ઈન ડિફેન્સ” થીમ પર કોન્કલેવ યોજાયો હતો. જેમાં MSMEના યોગદાન દ્વારા સંરક્ષણ ઉદ્યોગમાં આત્મનિર્ભરતાના સરકારના વિઝનની વ્યૂહરચના અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
મુખ્ય સંબોધનમાં સંરક્ષણ વિભાગના ડિફેન્સ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના અમિત સતીજા IAS, DIPએ જણાવ્યું હતું કે, ભારતના GDP, રોજગાર નિર્માણ અને ઉત્પાદનની નિકાસમાં MSMEની મહત્વની ભૂમિકા છે. કેન્દ્ર સરકારનું MEMEના વિકાસને પ્રોત્સાહન આપવામાં સ્પષ્ટ ધ્યાન છે. સંરક્ષણમાં આપણે ઘણી પ્રગતિ કરી છે. સંરક્ષણમાં એક લાખ કરોડનું ઉત્પાદન હાંસલ કર્યું છે. જ્યારે અત્યાર સુધીનું સૌથી વધુ 16000 કરોડની નિકાસ કરી છે. સરકારે સંરક્ષણમાં આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે FDI નીતિમાં ઉદારીકરણ, iDEX યોજના અને SRIJAN પોર્ટલ શરૂ કર્યા છે. સાથે જ સંરક્ષણ કોરિડોર સ્થાપવા જેવા વિવિધ સુધારા કર્યા છે.
સ્વાગત પ્રસ્તાવમાં FCCIના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધીએ MSME દ્વારા સંરક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો વિકસાવવા અંગેની વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે MSMEનો લાભ લેવા માટે PSU, ખાનગી ક્ષેત્ર, વિદેશી OEMનું માર્ગદર્શન અને સમર્થન જરૂરી છે. સરકારના મેક ઇન ઇન્ડિયા મિશન માટે મોટા રોકાણોને આકર્ષવા સંરક્ષણ MSME ક્લસ્ટર ની સ્થાપના કરવી પણ નિર્ણાયક છે. FICCI 16000 થી વધુ MSME સાથે સહયોગનું લક્ષ્ય રાખે છે. જેનાથી નિકાસ ક્ષમતામાં વધારો કરીને સ્વદેશીકરણ તરફ નોંધપાત્ર પગલાંમાં મદદ મળી રહેશે.
L&T ડિફેન્સ હેડ ગન અને આર્મર્ડ સિસ્ટમ્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ મુલગાંવકરે સંરક્ષણ પુરવઠાની શૃંખલામાં MSMEની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણ પર ગર્વ અનુભવીએ છીએ. અમારી સાથે ઘણા MSME છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)