સુરત, 29 ઓગસ્ટ: Triumph Speed 400ની ડિલીવરી 26 ઓગસ્ટ 2023ના રોજ રિયા ઓટોટેક ડીલરશિપ , સુરતમાં પ્રથમ ટ્રાયમ્ફ સ્ટોર ખાતે ડિલીવર કરવામાં આવી હતી. 27 જૂનના રોજ લંડન ખાતે અનાવરણ કરાયેલ Triumph Speed 400 અને Scrambler 400 Xએ ગ્રાહકો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે. ગયા અઠવાડિયે પુણે, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં સફળ પ્રક્ષેપણ પછી, ટ્રાયમ્ફ સ્પીડ 400ને સુરતમાં આ ઈવેન્ટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પ્રોબાઇકીંગના પ્રેસિડન્ટ સુમીત નારંગએ જણાવ્યું હતુ કે Speed 400ના ઉમેરા સાથે, અમે અમારા ડીલર પાર્ટનર સાથે બ્રાન્ડ Triumphને ઉત્સાહી સવારો માટે એક સસ્તું વિકલ્પ બનાવવાની સફર શરૂ કરી છે. બજાજ ઓટો લિમિટેડ દ્વારા તેના નવા ચકન પ્લાન્ટમાં ઉત્પાદિત, Speed 400 સુરતTriumph ડીલરશીપમાં રૂ.2.33 લાખની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ થશે. Speed 400 માટે બુકિંગ ચાલુ રહેશે.