મુંબઈ, 29 મે: એલઈડી લાઇટ્સના ઇનોવેટિવ લાઇટિંગ સોલ્યુશન્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના Q4માં રૂ. 10.76 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના Q4માં રૂ. 5.42 કરોડના ચોખ્ખા નફા કરતાં 99 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024ના Q4માં કુલ આવકો રૂ. 60.30 કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ 2023ના Q4માં રૂ. 41.1 કરોડની કુલ આવકો કરતાં વાર્ષિક ધોરણે 46.7 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના Q4માં એબિટા વાર્ષિક ધોરણે 71.7 ટકા વધીને રૂ. 13.87 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2024ના Q4 માટે એબિટા માર્જિન અને ચોખ્ખા નફાનું માર્જિન અનુક્રમે 23 ટકા (વાર્ષિક ધોરણે 335 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ) અને 17.27 ટકા (વાર્ષિક ધોરણે 472 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ) રહ્યું હતું.

માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે કંપનીએ વાર્ષિક ધોરણે 35.35 ટકાની વૃધિ સાથે રૂ. 230 કરોડની કુલ આવક અને 66.1 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 39.21 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. રિટેલ લાઇટિંગ સેગમેન્ટે આવકમાં રૂ. 137.56 કરોડની આવકનું પ્રદાન કર્યું હતું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે સેગમેન્ટે અનુક્રમે રૂ. 15.28 કરોડ અને રૂ. 0.93 કરોડનું યોગદાન આપ્યું હતું. વસ્તી પ્રમાણે આવકના વિતરણના સંદર્ભે ભારતીય માર્કેટે રૂ. 138.04 કરોડ, યુએઈ માર્કેટે રૂ.57.97 કરોડ અને સિંગાપોરે રૂ. 34.02 કરોડનું યોગદાન આપ્યું હતું.

Key Consolidated Financial Highlights

 Particulars (Rs. Cr)Q4 FY24Q4 FY23YoY
Total Income60.3041.1146.69%
EBITDA13.878.0871.68%
EBITDA Margin (%)23.0019.65335 Bps
Net Profit10.765.4298.57%
Net Profit Margin (%)17.2712.55472 Bps
 Particulars (Rs. Cr)FY24FY23YoY
Total Income230.04169.9635.35%
EBITDA52.6834.8551.19%
EBITDA Margin (%)22.9020.50240 Bps
Net Profit39.2123.6066.12%
Net Profit Margin (%)16.8313.35348 Bps

કંપનીની કામગીરી અંગે ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સના મેનેજિંગ ડિરેક્ટર અમિત શેઠે જણાવ્યું હતું કે “નાણાંકીય વર્ષ 2024માં અમારા ચોખ્ખા નફામાં તથા એબિટામાં નોંધપાત્ર વધારો જોયો છે અને માર્જિન્સ પણ વધ્યા છે જે અમારી વ્યૂહાત્મક પહેલની અસરકારકતા દર્શાવે છે.” અમારા નવીન એલઇડી લાઇટિંગ સોલ્યુશન્સ માટે વધતી જતી બજાર માંગ આ સિદ્ધિઓ પાછળનું મુખ્ય ચાલકબળ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)