FY 2024: મેઇનબોર્ડમાં 78 IPOની એન્ટ્રી, 57માં પોઝિટિવ, 21માં નેગેટિવ રિટર્ન
ઇરેડામાં સૌથી વધુ 325 ટકાનું જંગી રિટર્ન, 12 આઇપીઓમાં 100 ટકાથી વધુ રિટર્ન, 11 આઇપીઓમાં 50 ટકાથી વધુ રિટર્ન | Credo Brands Marketingમાં 40 ટકા નેગેટિવ રિટર્ન, 7 આઇપીઓમાં ખાયા-પિયા કુછ નહિં ગિલાસ તોડા બારાઆનાનો ઘાટ |
Company | Price | Current | +/-% |
Krystal Integrated | 715 | 758.45 | 6.08% |
Popular Vehicles | 295 | 249.05 | -15.58% |
GopalSnacks | 401 | 358.05 | -10.71% |
JGChemicals | 221 | 172.15 | -22.1% |
R KSWAMY | 288 | 273.95 | -4.88% |
Bharat Highways | 100 | 109.56 | 9.56% |
MukkaProteins | 28 | 36.47 | 30.25% |
PlatinumInd | 171 | 171.25 | 0.15% |
Exicom Tele | 142 | 197.4 | 39.01% |
GPTHealthcare | 186 | 176.45 | -5.13% |
JuniperHotels | 360 | 513.75 | 42.71% |
VibhorSteel | 151 | 250.45 | 65.86% |
EnteroHealth | 1258 | 984.9 | -21.71% |
Capital SF Bank | 468 | 349.3 | -25.36% |
JanaSF Bank | 414 | 410.6 | -0.82% |
RashiPeripherals | 311 | 312.6 | 0.51% |
Apeejay Surrendra | 155 | 190.65 | 23% |
BLSE-Service | 135 | 310 | 129.63% |
NovaAgriTech | 41 | 50.59 | 23.39% |
EPACKDurable | 230 | 151.45 | -34.15% |
MediAssist | 418 | 505.4 | 20.91% |
JyotiCNC | 331 | 820.75 | 147.96% |
iInnova Captab | 448 | 448.15 | 0.03% |
AzadEngi. | 524 | 1364.6 | 160.42% |
RBZJewellers | 100 | 150.15 | 50.15% |
Happy Forgings | 850 | 888.15 | 4.49% |
Credo Brands | 280 | 166.75 | -40.45% |
Motisons Jewellers | 55 | 160.25 | 191.36% |
Muthoot Microfin | 291 | 199.8 | -31.34% |
SurajEstate | 360 | 261 | -27.5% |
InoxIndia | 660 | 1220 | 84.85% |
DOM SIndustries | 790 | 1558.3 | 97.25% |
India SFCorpo. | 493 | 624.05 | 26.58% |
FlairWriting | 304 | 251.1 | -17.4% |
Fedbank Fina.Ser. | 140 | 113.4 | -19% |
GandharOil | 169 | 200.25 | 18.49% |
TataTech | 500 | 1020.95 | 104.19% |
IREDA | 32 | 135.9 | 324.69% |
ASKAutomotive | 282 | 285 | 1.06% |
ProteaneGov | 792 | 1005.9 | 27.01% |
ESAFSFBank | 60 | 54.2 | -9.67% |
Honasa Consumer | 324 | 402 | 24.07% |
CelloWorld | 648 | 774.65 | 19.54% |
BlueJet Health | 346 | 382.45 | 10.53% |
IRMEnergy | 505 | 469.4 | -7.05% |
PlazaWires | 54 | 81.69 | 51.28% |
Valiant Laboratories | 140 | 145.6 | 4% |
Updater Services | 300 | 320.3 | 6.77% |
ManojVaibhav | 215 | 251.85 | 17.14% |
JSWInfra | 119 | 245.5 | 106.3% |
YatraOnline | 142 | 143.2 | 0.85% |
Signature global | 385 | 1359.25 | 253.05% |
Sai Silks | 222 | 200.45 | -9.71% |
SAMHI Hotels | 126 | 211.4 | 67.78% |
Zaggle Prepaid | 164 | 287.45 | 75.27% |
EMS | 211 | 401.65 | 90.36% |
R R Kabel | 1035 | 1537.5 | 48.55% |
Jupiter Life | 735 | 1197.85 | 62.97% |
Ratnaveer | 98 | 115.5 | 17.86% |
RishabhIns | 441 | 442.5 | 0.34% |
Vishnu Prakash | 99 | 149.9 | 51.41% |
AeroflexInd | 108 | 121.45 | 12.45% |
Pyramid Techno | 166 | 144.75 | -12.8% |
TVS Supply | 197 | 154.45 | -21.6% |
Concord Biotech | 741 | 1521.95 | 105.39% |
SBFCFina | 57 | 81.83 | 43.56% |
Yatharth Hospital | 300 | 417.3 | 39.1% |
NetwebTech | 500 | 1610.75 | 222.15% |
UtkarshSF Bank | 25 | 46.86 | 87.44% |
SencoGold | 317 | 771.35 | 143.33% |
CyientDLM | 265 | 720.2 | 171.77% |
ideaForge | 672 | 687.65 | 2.33% |
HMA Agro | 585 | 51.05 | -12.74% |
IKIO Lighting | 285 | 280.45 | -1.6% |
Nexus SelectTrust | May 19/23 | 4.26% | 127.56 |
Mankind Pharma | 1080 | 2297.35 | 112.72% |
Avalon Tech | 436 | 493.45 | 13.18% |
Udayshiva kumar | 35 | 48.3 | 38% |
અમદાવાદ, 29 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અત્યારસુધીમાં કુલ 78 આઇપીઓ મારફત કંપનીઓએ રૂ. 63000 કરોડથી વધુ ફંડ એકત્ર કર્યું હોવાનું વિવિઝ સ્રોતો તરફથી જાણવા મળ્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ છેલ્લા પાંચ વર્ષમાં 2023-24 દરમિયાન સૌથી વધુ 78 આઇપીઓ યોજાયા છે. પરંતુ એકત્રિત ફંડની દ્રષ્ટિએ 2021-22ના રૂ. 1.11 લાખ કરોડ પછીનો બીજો ક્રમ રહ્યો છે. સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટીની આગેવાની હેઠળ જે રીતે તમામ સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ રહી છે. તેવું જોકે પ્રાઇમરી માર્કેટના કિસ્સામાં જોવા મળ્યું નથી. લિસ્ટિંગથી છેલ્લા બંધ ભાવ સુધીમાં આઇપીઓ પ્રાઇસની સરખામણીમાં 78માંથી 57 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન જ્યારે 21માં નેગેટિવ રિટર્ન નોંધાયું છે.
ઇરેડામાં 325 ટકા જંગી રિટર્ન
ઇરેડાના આઇપીઓમાં રોકાણકારોને રૂ. 32ની ઇશ્યૂ પ્રાઇ સામે રૂ. 136નો છેલ્લો ભાવ એટલે કે સૌથી વધુ 325 ટકાનું જંગી રિટર્ન મળ્યું છે. એટલું જ નહિં, તા. 29 નવેમ્બરના રોજ લિસ્ટિંગ થયા પછી આ શેર એક તબક્કે તેજીના ચક્રવ્યૂહમાં રૂ. 213ની ઓલટાઇમ હાઇ સપાટી પણ નોંધાવી ચૂક્યો છે. 12 આઇપીઓમાં 100 ટકાથી વધુ રિટર્ન છૂટી રહ્યું છે. તો 11 આઇપીઓમાં 50 ટકાથી વધુ રિટર્ન જોવા મળી રહ્યું છે.
ક્રેડો બ્રાન્ડમાં 40 ટકા નેગેટિવ રિટર્ન
21 આઇપીઓમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. તે પૈકી ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગના આઇપીઓમાં સૌથી વધુ નેગેટિવ 40.45 ટકાનું રિટર્ન નોંધાયું છે. જ્યારે સાત આઇપીઓ એવાં પણ રહ્યા છે કે, જેમાં ઇશ્યૂ પ્રાઇસની સામે ભાવો 0-1 ટકાની વચ્ચે પોઝિટિવ/ નેગેટિવ રમી રહ્યા હોય. જેમાં રોકાણકારોની સ્થિતિ ખાયા પિયા કુછ નહિં, ગિલાસ તોડા બારાઆનાની રહી હોય.
કેલેન્ડર 2024માં સેબી સમક્ષ ફાઇલ ડીઆરએચપી
DATE | COMPANY |
Mar 28 | P NGadgil |
Mar 22 | ShreeTirupati Balajee Agro |
Mar 22 | Stallion India Fluorochem |
Mar 21 | Interarch Building Prod |
Mar 20 | Emcure Pharma |
Mar 18 | Bazaar Style Retail |
Mar 14 | Transrail Lighting |
Mar 14 | Manba Finance |
Mar 06 | Ceigall India |
Mar 04 | Vraj Iron |
Feb 27 | Orient Technologies |
Feb 26 | Garuda Construction |
Feb 26 | Tolins Tyres Limited |
Feb 20 | Gala Precision |
Feb 20 | TBO Tek |
Feb 16 | Asirvad Micro Finance |
Feb 15 | Le Travenues |
Feb 13 | Akums Drugs |
Feb 12 | Gold Plus Glass |
Feb 07 | Aadhar Housing |
Feb 06 | Northern Arc |
Jan 31 | Kronox Lab |
Jan 23 | Bharti Hexacom |
Jan 19 | Bansal Wire Industries |
Jan 18 | KRN Heat Exchanger |
11 રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ. 12465 કરોડ એકત્ર કરાયા
નાણાકીય વર્ષ 2023-24, ફેબ્રુઆરી સુધીમાં દરમિયાન કુલ 11 કંપનીઓએ રાઇટ્સ ઇશ્યૂ યોજીને રૂ. 12464.74 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે આગલાં વર્ષે 12 કંપનીઓએ રૂ. 5779.25 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 20 રાઇટ્સ ઇશ્યૂ 2020-21માં યોજાયા હતા. જ્યારે ફંડ એકત્રિકરણના મામલે સૌથી વધુ ફંડ પણ 2020-21માં રૂ. 64256 કરોડ એકત્ર કરાયા હતા.
9 કંપનીઓએ રૂ. 1048 કરોડની બાયબેક ઓફર્સ યોજી
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 9 કંપનીઓએ રૂ. 1048.01 કરોડની શેર્સ બાયબેક ઓફર્સ લોન્ચ કરી હતી. તેની સામે ફેબ્રુઆરી-24 સુધીમાં રૂ. 144.19 કરોડની ઓફર્સ સ્વીકારાઇ હતી. તેની સામે આગલાં વર્ષે 11 કંપનીઓએ રૂ. 1504.65 કરોડની બાયબેક ઓફર્સ લોન્ચ કરી હતી. પરંતુ 76.34 કરોડની ઓફર્સ સ્વીકારાઇ હતી.
વર્ષ મુજબ આઇપીઓની સંખ્યા, એકત્ર રકમ
FY | NO. OF ISSUES | RS. CRORE |
2019-20 | 13 | 20350.26 |
2020-21 | 30 | 31267.63 |
2021-22 | 53 | 111546.62 |
2022-23 | 37 | 52115.56 |
23-24 (tillFEB) | 78 | 63000* |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)