અમદાવાદ, 30 ઓક્ટોબર: કેમિકલ કંપની જીએચસીએલે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ચોખ્ખી આવકો ગતવર્ષે રૂ. 817 કરોડ સામે 1 ટકા ઘટી રૂ. 810 કરોડ નોંધાઈ છે. EBIDTA નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિકમાં રૂ. 224 કરોડ સામે 2 ટકા વધી આ વર્ષે રૂ. 228 કરોડ નોંધાઈ છે. ચોખ્ખો નફો 8 ટકા વધી રૂ. 155 કરોડ થયો. જે ગતવર્ષે સમાન ગાળામાં રૂ. 143 કરોડ હતો.

નાણાકીય પ્રદર્શન અંગે જીએચસીએલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આર એસ જલાનએ જણાવ્યું હતું કે, “બીજા ત્રિમાસિકમાં અમારી ઉત્કૃષ્ટ કામગીરી પર સ્પષ્ટ ફોકસ સાથે ટકાઉ પરિણામો હાંસલ કરવા બદલ ઉત્સુક છીએ. સોડા એશની ચોખ્ખી આયાતમાં નજીવો વધારો થયો હોવા છતાં  ત્રિમાસિકમાં આવકો મ્યૂટ રહી હતી. વેક્યુમ સોલ્ટ અને બ્રોમાઈન સેગમેન્ટમાં આયોજિત વિસ્તરણ પ્રયાસો અમારા આગામી વર્ષોના પર્ફોર્મન્સને વેગ આપશે. જે આગામી વર્ષથી બિઝનેસમાં યોગદાન આપવાનું શરૂ કરશે. એકંદરે અમે અત્યંત અસરકારક સંચાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, જે અમારા મર્યાદિત માહોલમાં નફાકારકતામાં વધારો કરવા પ્રાથમિકતા આપશે. અમે વ્યૂહાત્મક નિર્ણયો અને અસરકારક અમલીકરણના માધ્યમથી અમારા શેરધારકોને મહત્તમ મૂલ્યો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ.”

ગત નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસની તુલનાએ આ વર્ષે H1 FY25

ચોખ્ખી આવકો 10 ટકા ઘટી રૂ. 1659 કરોડ થઈ, ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 1846 કરોડ હતી.

EBIDTA 13 ટકા ઘટી રૂ. 463 કરોડ થયો, જે ગત વર્ષે પ્રથમ છ માસમાં રૂ. 534 કરોડ હતી.

અપવાદરૂપ ચીજો પહેલાંનો ચોખ્ખો નફો 13 ટકા ઘટી રૂ. 305 કરોડ નોંધાયો છે. જે ગત વર્ષે H1 FY24માં રૂ. 350 કરોડ હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)