ગાંધીનગર, 19 માર્ચ: ભારતની પહેલી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને (ગિફ્ટ સિટી) તેની એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ (ઇએમએસ) માટે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે,ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ,ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને યુટિલિટી ટનલ જેવી પર્યાવરણને અનુકૂળ નવીનતાઓનો સમાવેશ કર્યો છે. આ એવી સુવિધાઓ છે જેણે ભારતમાં ટકાઉ શહેરી વિકાસ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. આ નવીનતાઓ ગિફ્ટ સિટીને પર્યાવરણીય જવાબદારીઓ સાથે વ્યવસાય વિસ્તરણને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ,ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે,પર્યાવરણ પ્રત્યે સભાન વ્યવસાયોને આકર્ષશે અને વિશ્વ કક્ષાના નાણાંકીય કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

ભારત સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ શહેરી વિકાસ પર વધુને વધુ ભાર આપી રહી છેત્યારે ગિફ્ટ સિટીની સિદ્ધિ ભારતના બિઝનેસ ઇકોસિસ્ટમમાં ઇએસજી સિદ્ધાંતોને એકીકૃત કરવાના વ્યાપક વલણને દર્શાવે છે. આ સર્ટિફિકેશન વૈશ્વિક સ્તરે ટકાઉ નાણાંકીય કેન્દ્ર માટે બેન્ચમાર્ક તરીકે પોતાને સ્થાન આપવાના ગિફ્ટસિટીના પ્રયાસોમાં વિશ્વસનીયતાનું વધુ એક સ્તર ઉમેરે છે.