ગાંધીનગર, ગુજરાત, 3 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી બજારની વૃદ્ધિગાથાના નવા બેંચમાર્ક ગિફ્ટ નિફ્ટીએ નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે તથા 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 100.13 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ માસિક ટર્નઓવર હાંસલ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિએ જૂન, 2024માં તેના 97.8 અબજ યુએસ ડોલરના રેકોર્ડને પાર કર્યો છે.

આ સીમાચિહ્ન ભારતની વિકાસગાથા માટે બેંચમાર્ક તરીકે ગિફ્ટ નિફ્ટીમાં વિશ્વાસ અને વૈશ્વિક રૂચિમાં વધારો સૂચવે છે. 3 જુલાઇ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીની કામગીરી સંપૂર્ણપણે શરૂ થયાં બાદ એનએસઇ IX ઉપર ટ્રેડિંગ ટર્નઓવર જબરદસ્ત વધ્યું છે. કામગીરીની સંપૂર્ણ શરૂઆતના પ્રથમ દિવસથી ગિફ્ટ નિફ્ટી  ઉપર 25.13 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટનું વોલ્યુમ સાથે 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 1.08 ટ્રિલિયન યુએસ ડોલરનું કુલ ટર્નઓવર થયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)