નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)COA ચૂંટણી 2024ની પૂર્ણાહુતિ બાદ કિરીટ ભણસાળીની ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, વાઈસ ચેરમેન તરીકે શૌનક પરીખની જાહેરાત કરાઈ છે તથા નવી વહીવટી સમિતિ (સીઓએ)ની રચનાની જાહેરાત કરી છે. GJEPCના ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું કે, “અમારું વિઝન વ્યૂહાત્મક પહેલ, નવીન પ્રોજેક્ટ્સ અને સહયોગાત્મક પ્રયાસો દ્વારા ભારતના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે પરિવર્તનકારક વૃદ્ધિને આગળ ધપાવવાનું છે. મુંબઈમાં ઈન્ડિયા જ્વેલરી પાર્ક અને જયપુરમાં જેમ બુર્સ જેવા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સને આગળ વધારવાથી લઈને સાઉદી અરેબિયામાં સાઉદીજેક્સ અને આઈજેઈએક્સ દુબઈ જેવી પહેલો મારફત અમારી વૈશ્વિક હાજરીને વિસ્તારવા સુધી અમારો લક્ષ્ય ભારતને ટેક્નોલોજી, ડિઝાઇન અને ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાન આપવાનું છે. અમે સાથે મળીને 2047 સુધીમાં 100 અબજ ડોલરના મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પ્રયત્ન કરીશું.”

GJEPCના વાઇસ ચેરમેન શૌનક પરીખે જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રી માટે આ નિર્ણાયક સમય છે અને આપણી સામેના પડકારો માટે બોલ્ડ વિઝન અને નિર્ણાયક પગલાં જરૂરી છે. આપણી ઈન્ડસ્ટ્રી વિશ્વના મંચ પર સ્પર્ધાત્મક રહે તે માટે તમામ વર્ટિકલ્સમાં કેટેગરીના પ્રમોશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કૌશલ્ય વૃદ્ધિ અને વૈશ્વિક ધોરણોને અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. કાઉન્સિલ સરકારને નિકટથી સહયોગ કરવાનું ચાલુ રાખશે જેથી એવી નીતિઓ ઘડવામાં આવે જે માત્ર ગ્રોથને ટેકો આપે એટલું જ નહીં, સતત વિકસતા વૈશ્વિક બજારમાં નિકાસકારોની મહત્ત્વની ચિંતાઓને પણ દૂર કરે.

સીઓએ સભ્યો 2024ની યાદી

ક્રમડાયરેક્ટરનું નામ હોદ્દો
1કિરીટ ભણશાળીચેરપર્સન
2શૌનક પરીખવાઈસ-ચેરપર્સન
3શ્રીમતી ખુશ્બુ રાણાવતરિજનલ ચેરપર્સન– વેસ્ટર્ન રિજયન
4પંકજ પારેખરિજનલ ચેરપર્સન – ઈસ્ટર્ન રિજયન
5અંતર પાલ સિંહરિજનલ ચેરપર્સન – નધર્ન રિજયન
6જયંતિભાઈ એન સાવલિયારિજનલ ચેરપર્સન – ગુજરાત રિજયન
7મહેન્દ્ર કુમાર તયાલરિજનલ ચેરપર્સન – સધર્ન રિજયન
8અજેશ મહેતાCoA સભ્ય
9નીરવ ભણશાળીCoA સભ્ય
10નિલેશ કોઠારીCoA સભ્ય
11અનિલ વિરાણીCoA સભ્ય
12પંકજ શાહCoA સભ્ય
13અનિલ શંખવાલCoA સભ્ય
14સ્મિત પટેલCoA સભ્ય
15ક્રિષ્ના બિહારી ગોયલCoA સભ્ય
16મનીષ જીવાણીCoA સભ્ય
17અનૂપ મહેતાCoA સભ્ય
18આશિષ બોરડાCoA સભ્ય
19દ્વારકા પ્રસાદ ખંડેલવાલCoA સભ્ય
20કે. શ્રીનિવાસCoA સભ્ય
21મનસુખલાલ કોઠારીCoA સભ્ય
   
સરકારી નોમિની 
1શ્રી સિદ્ધાર્થ મહાજન – સંયુક્ત સચિવ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારસરકારી નોમિની ડાયરેક્ટર