ગોદાવરી બાયોરિફાઇનરીઝે સેબી સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 17 જૂનઃ ઇથેનોલ આધારિત કેમિકલ્સના ઉત્પાદક ગોદાવરી બાયોરિફાઇનરીઝ લિમિટેડ એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મૂજબ 31 માર્ચ, 2024 સુધીમાં કંપની સ્થાપિત ક્ષમતા બાબતે ભારતમાં સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ બાયો-રિફાઇનરી છે તેમજ સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વભરમાં એમપીઓ (3 મિથાઇલ-3 પેન્ટેન-2-વન)ના સૌથી મોટા ઉત્પાદક છે, નેચરલ 1,3 બ્યૂટિલીન ગ્લાઇકોલના બે ઉત્પાદકો પૈકીના એક છે અને ભારતમાં બાયો ઇથિલિન એસિટેટના એકમાત્ર ઉત્પાદક છે. કંપની પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતની ઇક્વિટી શેર કેપિટલ દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. કુલ ઇશ્યૂમાં રૂ. 3,250 મિલિયન (રૂ. 325 કરોડ) સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 6,526,983 ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ છે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓઃ કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી એકત્રિત ભંડોળનો ઉપયોગ (1) કંપની દ્વારા લેવાયેલા રૂ. 2,400 મિલિયન (રૂ. 240 કરોડ)ની રકમના કેટલાંક બાકી રકમના રિપેમેન્ટ/પ્રી-પેમેન્ટ, સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી તેમજ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે બાકીની રકમનો ઉપયોગ કરવાની યોજના છે.
ઓફર ફોર સેલમાં મંડલા કેપિટલ એજી લિમિટેડ (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ) દ્વારા 4,926,983 ઇક્વિટી શેર, સોમૈયા એજન્સીસ પ્રાઇવેટ લિમિટે દ્વારા 500,000 ઇક્વિટી શેર્સ, સમીર શાંતિલાલ સોમૈયા દ્વારા 2,00,000 ઇક્વિટી શેર્સ, લક્ષ્મીવાડી માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ) દ્વારા 200,000 ઇક્વિટી શેર્સ, ફિલ્મીડિયા કમ્યુનિકેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 300,000 ઇક્વિટી શેર્સ, સોમૈયા પ્રોપર્ટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 100,000 ઇક્વિટી શેર્સ (પ્રમોટર્સ ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ). (સેલિંગ શેરહોલ્ડર્સ) સામેલ છે.
લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મૂજબ 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીએ ભારતની પ્રથમ બાયો-આધારિત ઇવીઇ (ઇથિલ વિનાઇલ ઇથર) મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપિત કરી છે અને ભારતમાં ઇવીઇ માટે આયાતની અવેજીની તકોનો લાભ ઉઠાવવા સજ્જ છે. ઇવીઇ માર્કેટ માટે ભારતીય માર્કેટનું કદ વર્ષ 2023માં અંદાજે 1,258 એમટી હતું. આગામી સમયમાં માર્કેટ 10 ટકાની સીએજીઆર વૃદ્ધિ સાધીને વર્ષ 2028 સુધીમાં 2,026 એમટી સુધી પહોંચવાનો અંદાજ છે. ફાર્માસ્યુટિકલ અને એગ્રોકેમિકલ્સ સેક્ટરને કારણે માગમાં વધારો થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)