અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ  ઔદ્યોગિક કામગીરીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટેના એક વ્યૂહાત્મક પગલાના ભાગરૂપે, ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપ (GEG)ના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ (MHE) બિઝનેસે સેફલોગ વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. આ એક અદ્યતન IoT-સજ્જ સોલ્યુશન છે જે ફોર્કલિફ્ટની કામગીરીમાં સલામતી, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે પ્રોએક્ટિવ મેન્ટેનન્સ અને ડેટા-આધારિત નિર્ણય લેવામાં મદદ કરે છે, જે વ્યવસાયોને સલામતીના ઉચ્ચ ધોરણો જાળવી રાખવામાં અને માલિકીના કુલ ખર્ચને કાર્યક્ષમ બનાવવામાં સહાય કરે છે. GEGની ફોર્કલિફ્ટ રેન્જમાં સેફલોગ સમાવિષ્ટ છે, જેને ઔદ્યોગિક કામગીરીની વધતી જટિલતાના સમાધાન માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે.

રિયલ-ટાઇમ ઓપરેશનલ ઇનસાઇટ્સ, મેન્ટેનન્સ એલર્ટ્સ, અને ઇન્ટેલિજન્ટ ફ્લીટ એનાલિટિક્સ જેવી સુવિધાઓ પૂરી પાડીને તે વ્યવસાયોને વેરહાઉસિંગ અને ઇન્ટ્રાલોજિસ્ટિક્સ માહોલમાં ઓચિંતા ડાઉનટાઇમમાં 10%નો ઘટાડો કરવામાં અને એસેટ યુટિલાઇઝેશનને 15% સુધી સુધારવા માટે સક્ષમ બનાવે છે.

સેફલોગના લોન્ચિંગ સાથે ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રૂપ ભારતીય ઉદ્યોગોને ઇન્ટેલિજન્ટ ઓપરેશન્સના ભાવિને અપનાવવા માટે સશક્ત બનાવતા ડિજિટલી-સક્ષમ, મેડ-ઇન-ઇન્ડિયા સોલ્યુશન્સ પહોંચાડવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે, જે ભારત માટે ડિઝાઇન કરાયેલ અને વિશ્વમાં માટે તૈયાર છે. આ બિઝનેસ આગામી 3 વર્ષમાં ‘પ્રેડિક્ટિવ મેઈન્ટેનન્સ’ અને વપરાશ આધારિત સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઓફરિંગમાં AIનું એક સ્તર ઉમેરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)