ગ્રાફિસએડ્સનો રૂ., 53.42 કરોડનો SME IPO 30 નવેમ્બરે ખૂલશે
કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 48.12 લાખ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 111ના ભાવે ઇશ્યૂ કરશે, શેર NSE SME પર લિસ્ટ થશે
IPO Highlights: Graphisads | |
IPO Opens on | November 30 |
IPO Closes on | December 5 |
Issue Price | Rs.111 |
Issue Size | 48.12 lakhs Shares |
Issue Size (Rs. Cr) | Rs. 53.41 crore |
Lot Size | 1200 Shares |
Listing on | NSE Emerge |
નવી દિલ્હી, 29 નવેમ્બર: 360 ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરતી માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ અને કમ્યૂનિકેશન્સ એજન્સી ગ્રાફિસએડ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 111ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં કુલ રૂ. 53.42 કરોડના એસએમઇ આઇપીઓ સાથે તા. 30 નવેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પબ્લિક ઇશ્યૂ 5 ડિસેમ્બરે બંધ થશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1200 શેર અને ત્યારબાદ તેના ગુણાંકમાં રહેશે. જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. 1.33 લાખ જેટલું છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી દરેક ઇશ્યૂના 50% પર રાખવામાં આવી છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 2,42,400 ઇક્વિટી શેર છે જે કુલ ઇશ્યૂ કદના 5.04% છે.
લિસ્ટિંગઃ કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. | ઇશ્યૂનો હેતુઃ જાહેર ઇશ્યૂની આવકનો ઉપયોગ અમુક ઋણની ચૂકવણી માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. | લીડ મેનેજર્સઃ ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
1987માં સ્થાપિત, ગ્રાફિસએડ્સ લિમિટેડે એક સંકલિત માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ અને કમ્યૂનિકેશન એજન્સી છે જે તેના ગ્રાહકોની વિશાળ શ્રેણીને 360 ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થયેલ વર્ક ઓર્ડર પર એડવર્ટાઇઝિંગ સર્વિસીઝ પ્રદાન કરે છે. તે સેવાઓની ગુણવત્તા જાળવવા, ગુણવત્તા, સમયસર ડિલિવરી અને સ્પર્ધાત્મક કિંમતો સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહીનું પાલન કરવાનો પ્રયાસ કરે છે. કંપની માત્ર મીડિયાથી આગળ વધીને, બ્રાન્ડની વ્યવસાયિક જરૂરિયાતોને સમજવા અને સંપૂર્ણ કમ્યૂનિકેશન સોલ્યુશન્સ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
કંપનીના પ્રમોટર્સઃ મુકેશ કુમાર ગુપ્તા, આલોક મુકેશ ગુપ્તા, શ્રીમતી પદ્મા મુકેશ ગુપ્તા કંપનીના પ્રમોટર્સ છે. ઇશ્યૂ બાદ પ્રમોટર્સનું હોલ્ડિંગ 73.66% રહેશે.
કંપનીને મળેલા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ
કંપનીને બેસ્ટ મીડિયા એજન્સી ઓફ ધ યર 2013, દિલ્હી, 2014 અને 2015માં રિયલ્ટી પ્લસ એક્સેલન્સ એવોર્ડ, ઈન્ડિયા પ્રાઈડ એવોર્ડ્સ 2016-2017માં બેસ્ટ ક્રિએટિવ માટે ડાયમંડ એવોર્ડ, 2014, 2015, 2016માં ડેક એક્સીલન્સ ઈન એડવર્ટાઇઝિંગ એવોર્ડ્સ જેવા વિવિધ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરેઃ
Period | 30 Jun23 (3 month) | 31 Mar23 (12 month) | 31 Mar22 (12 month) | 31 Mar 21 (12 month) |
Assets | 116.27 | 110.37 | 101.26 | 94.08 |
Revenue | 26.02 | 99.05 | 89.72 | 47.56 |
PAT | 2.06 | 5.57 | 5.58 | 0.56 |
Net Worth | 44.93 | 42.86 | 39.14 | 33.61 |
Reserves | 31.46 | 29.40 | 37.21 | 31.69 |
કંપની પ્રોત્સાહક નાણાકીય કામગીરી ઇતિહાસ ધરાવે છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે રૂ. 99.05 કરોડની કુલ આવક રૂ. 5.56 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 30 જૂન 2023 સુધીમાં, અનામત અને સરપ્લસ રૂ. 31.46 કરોડ, કુલ સંપત્તિ રૂ. 116.26 કરોડ અને નેટવર્થ રૂ. 44.92 કરોડની છે.
પ્રમોટર ગ્રુપનું શેર હોલ્ડિંગ ઇશ્યૂ બાદ 73.66% આસપાસ રહેશે તેવી ધારણા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)