NCDEX ખાતે મગફળી તથા ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, ૨૩ જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં ૩૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.
NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૨૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૪૧ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા મગફળી, ઇસબગુલ, કપાસ, તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૫૭૨૭ રૂ. ખુલી ૫૭૧૩ રૂ., દિવેલનાં ભાવ ૧૧૬૮ રૂ. ખુલી ૧૧૬૮ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૪૨ રૂ. ખુલી ૨૫૨૮ રૂ., ધાણા ૬૪૭૦ રૂ. ખુલી ૬૩૯૬ રૂ., મગફળીનાં ભાવ ૭૦૨૦ રૂ. ખુલી ૬૯૫૫ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૧૦ રૂ. ખુલી ૫૪૨૭ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૫૨૦ રૂ. ખુલી ૧૦૫૮૨ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૬૫૦ રૂ. ખુલી ૨૫૬૫૦ રૂ., જીરાનાં ભાવ ૫૪૯૦૦ રૂ. ખુલી ૫૪૯૪૦ રૂ., કપાસનાં ભાવ ૧૪૯૨.૦૦ રૂ. ખુલી ૧૪૮૮.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૧૫૦ ખુલી ૪૬૪૨૦ રૂ. અને હળદરનાં ભાવ ૯૪૦૨ રૂ. ખુલી ૯૩૧૬ રૂ. બંધ રહ્યા હતા.