અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ગ્રો મ્યુચ્યુઅલ ફંડે ગ્રો સ્મોલ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે મુખ્યત્વે સ્મોલ કેપ શેર્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 08 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2026 સુધી ખુલ્લો રહેશે. આ સ્કીમ ગ્રો મ્યુચ્યુઅલ ફંડના QGaRP ફ્રેમવર્ક – Quality and Growth at a Reasonable Price દ્વારા શિસ્ત બોટમ-અપ રોકાણ અભિગમ દ્વારા ઉચ્ચ-ગુણવત્તાવાળી, સ્કેલેબલ સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છે.

સ્મોલ કેપ્સે લાર્જ કેપ્સ કરતાં લાંબા ગાળે ઊંચું વળતર આપવાની ક્ષમતા પણ દર્શાવી છે, જે પ્રમાણમાં નાના આધાર અને વૃદ્ધિ માટે વધુ અવકાશ દ્વારા સંચાલિત છે.

લાર્જ કેપ કંપનીઓ એટલે ફુલ માર્કેટ કેપિટલાઇઝેશન ની બાબતે 1 થી 100મી કંપની

મીડકેપ કંપનીઓ એટલે ફુલ માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે 101 થી 250મી કંપની

સ્મોલકેપકંપનીઓ એટલે એએમએફઆઈ દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબ ફુલ માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે 251 મી અને તે પછીની કંપનીઓ

 

સ્કીમની વિગતો

  • સ્કીમનો પ્રકારઃ સ્મોલ કેપ સ્ટોક્સમાં મુખ્યત્વે રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ
  • બેન્ચમાર્કઃ નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ – ટીઆરઆઈ
  • એનએફઓ સમયગાળોઃ 8 જાન્યુઆરી – 22 જાન્યુઆરી, 2026
  • ફંડ મેનેજરઃ શ્રી અનુપમ તિવારી
  • લઘુતમ રોકાણઃ રૂ. 500 અને ત્યારપછી રૂ. 1ના ગુણાંકમાં
  • એક્ઝિટ લૉડઃ ફાળવણીની તારીકના એક વર્ષની અંદર રીડિમ કરવામાં આવે તો 1 ટકો અને તેના પછી રીડિમ કરવામાં આવે તો શૂન્ય.