GVFLએ લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં 10.6 કરોડનું રોકાણ કર્યું
અમદાવાદ, 10 જાન્યુઆરી: ગુજરાતના વેન્ચર કેપિટલ જીવીએફએલ (GVFL)એ સુરત સ્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં $1.3 મિલિયન (રૂ. 10.6 કરોડ)નું પ્રિ-સિરિઝ ફંડિંગ કર્યું છે. પ્રિ-સિરિઝ ફંડિંગ રાઉન્ડમાં પાઈપર સેરિકાએ પણ રોકાણ કર્યું છે.
2021માં સ્થાપિત Evifyનો હેતુ ઈ-કોમર્સ, ફૂડ ડિલિવરી, કરિયાણાની ડિલિવરી અને હાઇપર લોકલ ડિલિવરી કંપનીઓ સાથે તૈનાત ઇલેક્ટ્રિક વાહનોના કાર્બન-નેગેટિવ ફ્લિટ (EVs) મારફત લોજિસ્ટિક્સ સેક્ટરને ડિકાર્બોનાઇઝ કરવાનો છે. Evifyએ માત્ર બે વર્ષમાં સુરત અને અમદાવાદમાં 400+ ફ્લિટ સાઈઝને આવરી લીધી છે. માર્ચ 2025 સુધીમાં તે આ ફંડિંગ મારફત 4,000 બાઇક સુધી વિસ્તરણ કરશે.
જીવીએફએલના મેનેજિંગ ડિરેક્ટર કમલ બંસલે જણાવ્યું હતું કે, “અમે Evify માટે પ્રી-સિરીઝ A રાઉન્ડનું નેતૃત્વ કરવા બદલ ઉત્સુક છીએ. અમે ઈનોવેટિવ અને ટકાઉ સોલ્યુશન્સ દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની તેની સંભાવનાને ઓળખીએ છીએ. Evifyની ઉદ્યોગને ડીકાર્બોનાઇઝ કરવા માટે પ્રતિબદ્ધતા સ્કેલેબલ અને ટેક્નોલોજી આધારિત બિઝનેસ મોડલ્સને ટેકો આપવાના અમારા ફોકસ સાથે પરિપૂર્ણ છે. અમે તેનો ગ્રોથ જોવા માટે આતુર છીએ, કારણકે તેઓ તેમના ઇલેક્ટ્રિક વાહનોના કાફલાને વિસ્તૃત કરી રહ્યા છે અને ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપે છે.”
Evify CEO દેવઋષિ અરોરાએ જણાવ્યું હતું કે, “અમે GVFL અને Piper Sericaનો અમારા બિઝનેસ મોડલ અને અમારી વૃદ્ધિ યોજનાઓમાં વિશ્વાસ બદલ આભારી છીએ. તેમના સમર્થન અને માર્ગદર્શન સાથે, અમે ભારતમાં લાસ્ટ-માઈલ ડિલિવરી ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાના અમારા ધ્યેયને સાકાર કરવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.”
જીવીએફએલએ નવ ફંડ્સ એકત્રિત કરી લગભગ 100 સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓમાં રોકાણ કર્યું છે, જે દેશમાં ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશન્સ માટે મોટું પ્રોત્સાહન છે. તે અત્યંત સ્કેલેબલ, ઈનોવેટિવ બિઝનેસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ટેક્નોલોજીનો ઉપયોગ સક્ષમ બનાવે છે, જીવીએફએલની આ સફળતા વિશ્વસનીય ટીમોને આભારી છે.
Evifyના કો-ફાઉન્ડર પ્રજ્ઞા મિત્તલે જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય સમગ્ર લોજિસ્ટિક્સ ચેઇનમાં અમારી સેવાઓ દ્વારા ટકાઉ પ્રભાવ બનાવવાનો છે. આગામી 10 વર્ષમાં તમામ મુખ્ય ટિઅર I, II અને III શહેરોમાં પરંપરાગત ઇંધણ સંચાલિત વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં તબદીલ કરવામાં મુખ્ય યોગદાન આપવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમે અમારા ડિલિવરી પાર્ટનર્સ કે જે અમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, તેમની સાથે મળી ટકાઉ ગ્રોથનો માહોલ સર્જવા પર ફોકસ કર્યું છે.”
Evifyના ક્લાયન્ટ બેઝમાં બિગ બાસ્કેટ, બીબી નાઉ, સ્વિગી, ઝોમેટો, ફ્લિપકાર્ટ, ઈ-કોમ એક્સપ્રેસ અને બ્લુ ડાર્ટ જેવા ઈન્ડસ્ટ્રી લીડર સમાવિષ્ટ છે.
Evifyનો હેતુ દેશમાં EV વાહનો માટે સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે EV ઉત્પાદકો, વિક્રેતાઓ, બેટરી ઉત્પાદકો અને બેટરી સ્વેપિંગ કંપનીઓ જેવી એન્સિલરી ઈન્ડસ્ટ્રી સાથે સહયોગ કરવાનો છે.
