અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે
- ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે
- કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે
- IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી
- ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ
અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ. 755 કરોડ એકત્ર કરશે. 14થી 16 સપ્ટેમ્બરે યોજાનારા IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રાઈમરી માર્કેટમાં અઢી માસના ગેપ બાદ યોજાયેલા Dreamfolks અને Syrma SGSના સફળ IPO અને બમ્પર લિસ્ટિંગે IPO લાવવા ઈચ્છુક કંપનીઓ અને રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે.
IPO એટ અ ગ્લાન્સ
ઈશ્યૂ સાઈઝ | 755 કરોડ |
પ્રાઈસ બેન્ડ | 314-330 |
માર્કેટ લોટ | 45 શેર્સ |
તારીખ | 14-16 સપ્ટેમ્બર |
ગ્રે પ્રિમિયમ | રૂ.150 |
શેર એલોટમેન્ટ | 21 સપ્ટેમ્બર |
શેર લિસ્ટિંગ | 26 સપ્ટેમ્બર |
કંપનીના પ્રમોટર્સ વિશે
કંપનીના પ્રમોટર્સમાં રાજેન્દ્ર શાહ, હરીશ રંગવાલા, વિશાલ રંગવાલા અને પિલક શાહનો સમાવેશ થાય છે.
હર્ષા એન્જિનિયર્સની કામગીરી વિશે
હર્ષા એન્જિનિયર્સ દેશની સૌથી મોટી પ્રેસિઝન બેરિંગ કેજીસ (precision bearing cages) બનાવતી કંપની છે. જે ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, સાઉથ આફ્રિકા, આફ્રિકા સહિત પાંચ દેશોમાં એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.
અન્ય બિઝનેસ સેક્ટર્સમાં પણ ડાઇવર્સિફિકેશન ધરાવતી કંપની
કંપની એન્જિનિયરિંગ બિઝનેસ ઉપરાંત સોલાર ઈપીસી બિઝનેસ ધરાવે છે. ભારત સહિત, ચીન, અને રોમાનિયામાં કુલ પાંચ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે.
કંપની ગુજરાત, ચીન અને રોમાનિયામાં પ્લાન્ટ્સ ધરાવે છે
કંપની પાસે એન્જિનિયરિંગ વ્યવસાય માટે પાંચ ઉત્પાદન સુવિધાઓ છે જેમાં બે ઉત્પાદન સુવિધાઓ અમદાવાદના ચાંગોદર ખાતે અને એક મોરૈયા ખાતે અને ચાંગશુ, ચીન અને રોમાનિયામાં ગીમ્બાવ બ્રાસોવમાં એક-એક ઉત્પાદન એકમ છે.
અન્ય પેટા કંપનીઓ વિશે માહિતી
હર્ષ એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડ પાસે ત્રણ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ છે.
- ચીનમાં હર્ષા પ્રિસિઝન બેરિંગ કોમ્પોનન્ટ્સ (ચાઈના) કંપની લિમિટેડ
- યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા -એચએએસપીએલ અમેરિકા કોર્પોરેશન
- નેધરલેન્ડ-હર્ષ એન્જિનિયર્સ બી.વી.માં અને એક સ્ટેપડાઉન પેટાકંપની
- રોમાનિયા -હર્ષ એન્જિનિયર્સ યુરોપ SRL.
બે વાર IPO ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો
હર્ષા એન્જિનિયર્સે IPO લાવવા અગાઉ ઓગસ્ટ, 2018માં સેબી સમક્ષ IPO ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. પરંતુ યોગ્ય માર્કેટ પરિસ્થિતિ ન રહેતાં IPO લાવી શકી ન હતી. બાદમાં ફેબ્રુઆરી, 2022માં માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ફરી IPO માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો.
હર્ષા એન્જિનિયર્સની નાણાકીય કામગીરી એકનજરે
સમગાળો | કુલ આવકો | ચોખ્ખો નફો |
31-Mar-19 | 117.9 | -27.41 |
31-Mar-20 | 899.5 | 21.91 |
31-Mar-21 | 876.73 | 45.44 |
31-Mar-22 | 1339 | 91.94 |
આ વર્ષે લિસ્ટેડ ગુજરાતની 5 IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ
કંપની | ઈશ્યૂ પ્રાઈઝ | છેલ્લો બંધ | સુધારો% |
Adani Wilmar | 230 | 703.20 | 205.74 |
Aether Ind. | 642 | 879.85 | 37.04 |
Venus Pipes | 326 | 439.10 | 34.69 |
Prudent Corp. | 630 | 689.90 | 9.50 |
ગ્રે માર્કેટમાં 45 ટકા પ્રિમિયમ
હર્ષા એન્જિનિયર્સ (Harsha Engineers)માં રૂ. 330ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 150 સુધીના પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. હાલ ચાલી રહેલા 45 ટકા ગ્રે પ્રિમિયમ IPO જેમ-જેમ નજીક આવશે તેમ વધવાની વકી નિષ્ણઆતો આપી રહ્યા છે. એક પછી એક IPO આવતાં ગ્રે માર્કેટમાં ચહલપહલ વધી છે.