ભારત- મિડલ ઇસ્ટ વચ્ચે સરહદપાર ચૂકવણી મુદ્દે HDFC બેંક -લુલુ એક્સચેન્જ વચ્ચે સહયોગ
મુંબઈ: ભારત અને ગલ્ફ કૉઑપરેશન કાઉન્સિલ (જીસીસી) પ્રદેશની વચ્ચે સરહદપાર ચૂકવણીઓને સુદ્રઢ બનાવવા માટે HDFC બેંક અને યુએઈ સ્થિત નાણાકીય સેવા પૂરી પાડનારી કંપની – લુલુ એક્સચેન્જ વચ્ચે એક કરાર થયો છે. આ કરારના પ્રથમ તબક્કામાં ‘રેમિટનાઉ2ઇન્ડિયા’ નામની ડિજિટલ ઇનવર્ડ રેમિટેન્સ સેવા શરૂ કરવા માટે આ સહભાગીદારી લુલુ એક્સચેન્જની નિયામકીય ફ્રેમવર્ક પર આધારિત હશે, જેની મદદથી યુએઈના નિવાસી વ્યક્તિઓ HDFC બેંકની ડિજિટલ બેંકિંગ ચેનલો મારફતે આઇએમપીએસ અને એનઇએફટી દ્વારા ભારતમાં કોઇપણ બેંકમાં નાણાં મોકલાવી શકશે. HDFC બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોહરાએ જણાવ્યું કે, એક તરફ HDFC બેંકને લુલુ એક્સચેન્જના કર્મચારીઓ, ગ્રાહકો અને અન્ય હિતધારકો દ્વારા દેશમાં મોકલવામાં આવતાં નાણાંનું ઍક્સેસ પ્રાપ્ત થાય છે, તો બીજી તરફ લુલુ એક્સચેન્જ વ્યાપક નેટવર્ક ધરાવતી વિશ્વસનીય બેંકની શાખનો લાભ ઉઠાવી શકે છે. લુલુ ફાઇનાન્શિયલ ગ્રૂપના એમડી અદીબ અહેમદે જણાવ્યું કે, યુએઈ-ઇન્ડિયા પેમેન્ટ્સ કોરિડોર એ વિશ્વના સૌથી મોટા કોરિડોરમાંથી એક છે અને આ સહભાગીદારી નિર્માણ યુએઈમાં વસતાં હજારો ભારતીય અપ્રવાસીઓ માટે નાણાં ટ્રાન્સફર કરવાનું ખૂબ સુવિધાજનક બનાવવા માટેની વર્તમાન ક્ષમતાઓ પર થશે.