મુંબઈ: 22મી ફેબ્રુઆરી 2023ના વિશ્વ એન્સેફાલીટીસ દિવસ નિમિત્તે પ્રકાશિત થયેલા યુકે અને મેક્સિકોના લેખકોના બે નવા, ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધન પેપરોએ ઓળખી કાઢ્યું છે કે એન્સેફાલીટીસના દર્દીઓ આત્મહત્યા અને પોતાની જાતને નુકસાનનું ઊંચું જોખમ ધરાવે છે. યુકેના પેપર જેનું શીર્ષક ‘મેન્ટલ હેલ્થ આઉટકમ ઓફ એન્સેફાલીટીસ’ જે એક આંતરરાષ્ટ્રીય વેબ-આધારિત અભ્યાસ છે તેમાં 31 દેશોના 445 ઉત્તરદાતાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે એન્સેફાલીટીસમાંથી ઊગરી ગયેલા 37.5 ટકા લોકોએ આત્મહત્યા વિશે વિચાર્યું અથવા તેનો પ્રયાસ કર્યો હોવાનો અહેવાલ આપ્યો હતો. જર્નલ ઓફ ન્યુરોસાયકિયાટ્રી એન્ડ ક્લિનિકલ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત મેક્સીકન પેપર ‘એન્ટી-એનએમડીઆર એન્સેફાલીટીસમાં આત્મહત્યાના વિચારો અને વર્તણૂકો: સાયકોપેથોલોજિકલ ફીચર્સ એન્ડ ક્લિનિકલ પરિણામો’, એ 120 દર્દીઓ પાસેથી ડેટા મેળવ્યો અને જાણવા મળ્યું કે 12.5 ટકા દર્દીઓએ બિમારીના પ્રારંભિક તબક્કામાં આત્મઘાતી વર્તન કર્યું હતું જેમાંથી લગભગ અડધાએ આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા.

એન્સેફાલીટીસ સોસાયટીના સીઈઓ અને બંને પેપરના સહ-લેખક ડો. અવા ઈસ્ટને કહ્યું કે બિમારીના પ્રારંભિક તબક્કામાં, રિલેપ્સિસ દરમિયાન અને પછીના તબક્ક્માં લોકોના સાજા થવા સુધીના સમયગાળામાં આત્મહત્યા એ એન્સેફાલીટીસનું અસામાન્ય અને ગંભીર લક્ષણ નથી. એન્સેફાલીટીસ એ મગજની બળતરા છે. ભારતમાં, તીવ્ર એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (એઈએસ)નું ફાટી નીકળવું એ એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા છે. એકંદરે, એન્સેફાલીટીસની ઘટનાઓ દર વર્ષે આશરે 3,00,000 કેસ હોવાની શંકા છે. તીવ્ર એન્સેફાલીટીસ સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓના કેસમાં મૃત્યુદર 30 ટકા જેટલો ઊંચો છે અને 30-50 ટકા દર્દીઓમાં લાંબા ગાળાની ન્યુરોલોજીકલ અથવા માનસિક અસ્થિરતાની સ્થિતિ જોવા મળી શકે છે. એન્સેફાલીટીસ  સોસાયટી એ જીવન-બચાવ, અનેક-પુરસ્કાર-વિજેતા ચેરિટી અને અગ્રણી વૈશ્વિક સંસાધન છે જે સમર્થન અને માહિતી પ્રદાન કરે છે. 2014માં તેની શરૂઆત થઈ ત્યારથી, વિશ્વ એન્સેફાલીટીસ દિવસ વિશ્વભરમાં 294 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ્યો છે.

22મી ફેબ્રુઆરીએ વિશ્વભરના પ્રખ્યાત લેન્ડમાર્ક અને ઇમારતો પર વિશ્વ એન્સેફાલીટીસ દિવસ માટે લાલ રંગની લાઈટ કરાય છે. સ્ટેટ એસેમ્બલી બિલ્ડીંગ, બેંગ્લોરમાં ન્યુરોસાયન્સ ઇન્સ્ટિટ્યુટ બિલ્ડિંગ, નાયગ્રા ધોધ સહિત 28 દેશોમાં 180 લેન્ડમાર્કનો સમાવેશ છે.