અમદાવાદ, 01 ડિસેમ્બર: HDFC બેંક દ્વારા તેની મુખ્ય સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ તેના રાષ્ટ્રવ્યાપી રક્તદાન અભિયાનની 17મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ પહેલ 5 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 9:30થી સાંજે 5:30 વાગ્યા સુધી ભારતના 1,100થી વધુ શહેરોમાં યોજવામાં આવશે.

સલામતી, પારદર્શકતા અને તબીબી પ્રોટોકૉલ્સનું પાલન થાય તેની ખાતરી કરવા માટે દર વર્ષે બેંક પ્રતિષ્ઠિત બ્લડ બેંક્સ અને તબીબી સંગઠનોની સાથે ઘનિષ્ઠતાપૂર્વક કામ કરે છે. આ વર્ષે પણ આ પહેલ અંતર્ગત સમગ્ર દેશમાં આવેલી માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકો, સરકારી સત્તાધિશો અને એનજીઓ સાથે સહભાગીદારી કરવામાં આવી છે.

આ અભિયાન સારી તંદુરસ્તી ધરાવતા 18થી 60 વર્ષની વયના તમામ પાત્ર રક્તદાતાઓ માટે ખુલ્લું છે. રસ ધરાવતી વ્યક્તિઓ કોઈપણ સહભાગી કેમ્પમાં જઈ શકે છે. એચડીએફસી બેંકની વેબસાઇટ પર (તારીખ પ્રમાણે) સ્થળોની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ છે/કરાવવામાં આવશે.

વર્ષ 2007માં આ પહેલ લૉન્ચ થયાં પછી, તેના પ્રથમ વર્ષે 88 કેન્દ્રો પરથી 4,385 યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2024માં વધીને 1,408 સ્થળો ખાતે આયોજિત 5,533 કેમ્પમાંથી 3.38 લાખ યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. વર્ષ 2013માં પરિવર્તન બ્લડ ડોનેશન ડ્રાઇવને એક જ દિવસમાં એકથી વધુ સ્થળો ખાતે સૌથી મોટા રક્તદાન અભિયાનનું આયોજન કરવા બદલ ગીનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો હતો.

રક્તદાન કરવા માટેના પાત્રતાના માપદંડ

• રક્તદાતાની વય 18થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ

• છેલ્લે રક્તદાન ઓછામાં ઓછું ત્રણ મહિના પહેલાં કરવામાં આવ્યું હોવું જોઈએ

• રક્તદાતાને છેલ્લાં સાત દિવસમાં તાવ, ઉધરસ કે શરદી ન થયાં હોવા જોઇએ.

• રક્તદાતાએ રક્તદાન કરતાં પહેલાં ઓછામાં ઓછો ત્રણ કલાક અગાઉ હળવો નાસ્તો કરેલો હોવો જોઈએ અને ભૂખ્યા પેટે રક્તદાન ન કરવું જોઈએ

• રક્તદાન કરતાં પહેલાં રક્તદાતાએ બે ગ્લાસ પાણી પીવું જોઈએ

• રક્તદાતાએ રક્તદાન કરવાના ચારથી છ કલાક પહેલાં ધૂમ્રપાન કે તમાકુનું સેવન ન કરવું જોઈએ

• રક્તદાતાએ રક્તદાન કરવાના 24 કલાક પહેલાં આલ્કોહૉલનું સેવન ન કરવું જોઈએ

• રક્તદાતાએ નોંધણી ફોર્મમાં રહેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા જોઈએ

• રક્તદાન વજન, હીમોગ્લોબિનના લેવલ, બ્લડ પ્રેશર અને એકંદર ફિટનેસની તપાસ કર્યા પછી તબીબી મંજૂરીને આધીન છે.

રક્તદાન કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ 5 ડિસેમ્બર, 2025ના રોજ કોઈપણ સહભાગી કેમ્પમાં જઈ શકે છે. રક્તદાતાની સલામતીની ખાતરી કરવા માટે નોંધણી અને તબીબી તપાસની એક સરળ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. કેમ્પના સ્થળો અને અન્ય વિગતો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને એચડીએફસી બેંકની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ લિંકની મુલાકાત લો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)