HDFC Bankનો Q4 નફો 21 ટકા વધી રૂ. 12595 કરોડ
અમદાવાદ, 17 એપ્રિલઃ HDFC બેંક લિમિટેડે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે જાહેર કરેલાં પરીણામો અનુસાર બેંકની ત્રિમાસિક એકીકૃત ચોખ્ખી આવક 20.3% વધીને ₹34,552.8 કરોડ થઈ છે, જે માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹ 28,733.9 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત ચોખ્ખો નફો 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની તુલનામાં 20.6% વધુ ₹12,594.5 કરોડ છે. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે શેર દીઠ કમાણી ₹22.6 અને 31 માર્ચ, 2023ના રોજ શેર દીઠ બુક વેલ્યુ ₹518.7 હતી. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે એકીકૃત ચોખ્ખો નફો ₹45,997.1 કરોડ હતો, જે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા વર્ષ કરતાં 20.9% વધુ હતો. બેંકની ચોખ્ખી આવક 31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં 21.0% વધીને ₹ 32,083.0 કરોડ થઈ છે, જે 31 માર્ચ 2023ના પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹ 26,509.8 હતી.
વાર્ષિક ધોરણે બેન્કનો નફો 19.3 ટકા વધી રૂ. 44108.7 કરોડ
31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે બેંકે ₹192,800.4 કરોડની કુલ આવક મેળવી, જેની તુલનામાં 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા વર્ષમાં ₹157,263.0 કરોડ આવક થઈ હતી. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ચોખ્ખી આવક (ચોખ્ખી વ્યાજ આવક વત્તા અન્ય આવક) ₹118,057.1 કરોડ હતી, જે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ₹101,519.5 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો ₹44,108.7 કરોડ હતો, જે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા વર્ષ કરતાં 19.3% વધુ છે.
શેરદીઠ રૂ. 1ની કિંમત ઉપર રૂ. 19નું ડિવિડન્ડ જાહેર
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ₹1 ના ઈક્વિટી શેર દીઠ ₹19.0 ડિવિડન્ડની ભલામણ કરી હતી, જે અગાઉના વર્ષ માટે ₹1ના ઈક્વિટી શેર દીઠ ₹15.5 હતી. આ ડિવિડન્ડ આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.
HDFC સિક્યોરિટીઝ લિમિટેડ (HSL) એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં HSLની કુલ આવક ₹486.1 કરોડ હતી, જે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹509.7 કરોડ હતી. ત્રિમાસિકમાં કર પછીનો નફો ₹193.8 કરોડ હતો, જે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹235.6 કરોડ હતો.
HDB ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (HDBFSL)એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક માટે ચોખ્ખી આવક ₹2,262.5 કરોડ હતી જે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹2,141.4 કરોડ હતી એટલે કે તેમાં આ વર્ષે 5.7%નો વધારો દર્શાવે છે. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક માટે કર પછીનો નફો ₹545.5 કરોડ હતો જે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ₹427.1 કરોડ હતો, જેમાં પણ 27.7% નો વધારો જોવા મળ્યો છે.