HDFC નિફ્ટી લાર્જમિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ
મુંબઈ, 20 સપ્ટેમ્બર: HDFC એસેટ મેનેજમેન્ટ કં. લિ.એ નિફ્ટી લાર્જમિડકેપ 250 ટોટલ રિટર્ન્સ ઇન્ડેક્સને અનુસરતા HDFC લાર્જમિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર 20 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે અને 4 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. નિફ્ટી લાર્જમિડકેપ 250માં નિફ્ટી 100 ઇન્ડેક્સ અને નિફટી મિડકેપ 150 ઇન્ડેક્સના તમામ સ્ટોક્સ છે. તેમાં લાર્જ અને મિડ-કેપ્સનો 50-50 ટકાનો સમાન હિસ્સો છે. સ્ટોક્સનું વેઇટેજ દર ત્રણ મહિને બદલવામાં આવે છે. અવધિ દરમિયાન લઘુત્તમ રૂ. 100 સાથે રોકાણ કરી શકે છે. 250 સ્ટોક્સમાં રોકાણથી આ ફંડ વૈવિધ્યસભર સેક્ટર્સ અને સેગમેન્ટ્સમા રોકાણ કરે છે. ફંડમાં લાર્જ-કેપ અને મિડ-કેપ સ્ટોક્સમાં 50:50 ટકા રોકાણનું સંતુલન જાળવવામાં આવે છે અને દર ત્રણ મહિને તેની સમીક્ષા કરવામાં આવે છે. આ એક પ્રોડક્ટ મારફતે રોકાણકારોને લાર્જ-કેપ અને મિડ-કેપમાં રોકાણની સગવડતા મળે છે. ત્રણ મહિને સમીક્ષા અને બદલાવથી કરબોજ ઘટે છે. આવા પુનઃસંતુલનથી રોકાણકારની કરપાત્રતા વધે નહીં તે રીતે જેતે હિસ્સો જળવાઈ રહે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)