અમદાવાદ, 15 ઓક્ટોબર: HDFC મ્યુચ્યુઅલ ફંડ આ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (9થી 15 ઑક્ટોબર, 2023) દરમિયાન નુક્કડ નાટક રજૂ કરવા જઈ રહ્યું છે. જે સમગ્ર ભારતમાં એક મનમોહક શેરી નાટક મારફત રોકડ બચતને વધુ કાર્યક્ષમ રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટમાં તબદીલ કરી સંપતિ સર્જન કરવાનું મહત્વ ઘર-ઘર સુધી પહોંચાડશે.

ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ પહેલ અમારા અત્યંત સફળ #BarniSeAzadi ઝુંબેશનો એક ભાગ છે, જે ભારતીય પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને સ્વસ્થ રોકાણની આદતોને પ્રોત્સાહિત કરવા 15 ઓગસ્ટ-2021ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ ખાસ કરીને સમાજના તમામ વર્ગની મહિલાઓને લક્ષ્યાંકિત કરે છે.

આ 15 ઓગસ્ટ, 2023માં ભારતની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીના ભાગરૂપે અમે વર્લ્ડ ઈન્વેસ્ટર વીક (9મી ઑક્ટોબરથી 15મી ઑક્ટોબર 2023) દરમિયાન અમદાવાદના 13 સ્થળો અને અન્ય 5 શહેરોમાં નુક્કડનાટકની 76 ઇવેન્ટ્સનું આયોજન કરીશું.

આ આકર્ષક શેરી નાટક 6 શહેરો અમદાવાદ, લખનૌ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલોરમાં વિચારસરણીને પ્રેરણા આપતુ પર્ફોર્મન્સ આપશે. નુક્કડનાટકનો ઉદ્દેશ્ય મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા રોકાણ વિકલ્પો વિશે આવશ્યક જ્ઞાન માટે લોકોને શિક્ષિત કરવાનો છે, જે તેમને લાંબા ગાળા માટે સંપત્તિ વધારવામાં મદદ કરી શકે છે તેમ HDFC એએમસીના એમડી અને સીઈઓ નવનીત મુનોતે જણાવ્યું હતું.