હિન્દાલ્કો અને ટેક્સમેકોએ એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ બનાવવા જોડાણ કર્યું
મુંબઇ, 11 ઓગસ્ટ: એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાઇકલિંગ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરીંગ કંપની ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડે વિશ્વસ્તરીય એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ વિકસાવવા અને ઉત્પાદન માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે.
ભારતીય રેલવેએ ફ્રેઇટમાં 45 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે રોલિંગ સ્ટોકમાં વૃદ્ધિના માધ્યમથી વર્ષ 2027 સુધીમાં ફ્રેઇટ ક્ષમતા બમણી કરીને 3,000 મિલિયન ટન સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે “મિશન 3000 એમટી” લોંચ કર્યું છે. આ મહત્વકાંક્ષી લક્ષ્યને સાકાર કરવા માટે રેલવે વેગનની ડિઝાઇનમાં સુધારો કરવાનો સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે તથા એકંદર ક્ષમતા અને રેલવે એસેટની આવરદામાં વધારો કરવા માટે તેની પોતાની ડિઝાઇનમાં યોગદાન આપવા માટે વેગન નિર્માતાઓને આમંત્રિત કરી રહ્યું છે.
હિન્દાલ્કો તેની વિશિષ્ટ એલ્યુમિનિયમ એલોયની પ્રોફાઇલ્સ, શીટ્સ અને પ્લેટ્સ તેમજ ફેબ્રિકેશન અને વેલ્ડિંગ કુશળતા સાથે પ્રદાન કરશે. ગયા વર્ષે લોંચ કરાયેલા કંપનીની ઇન-હાઉસ એલ્યુમિનિયમ ફ્રેઇટ રેક 180 ટન હળવા છે અને 19 ટકા વધુ પેલોડ ટુ ટેરે વેઇટ રેશિયો ઓફર કરે છે, જે પ્રમાણમાં ઓછી ખર્ચ અને જાળવણી સાથે ઓછી ઊર્જાનો વપરાશ કરે છે. ટેક્સોમેક 80 વર્ષથી ફ્રેઇટ કાર્સના ઉત્પાદનમાં નિષ્ણાત હોવાથી તકનીકી કુશળતા પ્રદાન કરશે તેમજ ડિઝાઇન, ફેક્ટરી સ્થાપવા, પ્રોડક્શન લાઇન અને કુશળ કામદારો પ્રદાન કરવા માટે જવાબદાર રહેશે.
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈએ જણાવ્યું હતું કે, “ભારતના પ્રથમ એલ્યુમિનિયમ રેકના લોંચ સાથે અમે ઉચ્ચ પેલોડ અને નોંધપાત્ર CO2 ઘટાડાનાં લાભો પ્રદર્શિત કર્યાં છે, જે એલ્યુમિનિયમ રેક્સ ઓફર કરે છે. આ ભાગીદારી ફ્રેઇટ ઇન્ડસ્ટ્રી અને પેસેન્જર મોબિલિટી માટે મૂલ્ય દરખાસ્ત વધારવામાં અમારી ભૂમિકા મજબૂત કરશે તથા રેલવેને તેના નેટ ઝિરોના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ બનશે.”
ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડના વાઇસ ચેરમેન ઇન્દ્રજિત મુખર્જીએ જણાવ્યું હતું કે, “આ મૂલ્યવાન ભાગીદારી ઇનોવેટિવ અને ટકાઉ પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે લાંબાગાળાના અભિગમથી આગળ વધશે તેમજ ઉદ્યોગના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને હકારાત્મક પર્યાવરણીય પ્રભાવને આગળ વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરીંગના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુદિપ્તા મુખર્જીએ ઉમેર્યું હતું કે “આ ભાગીદારી ભારતીય રેલવેને કાર્યક્ષમ રોલિંગ સ્ટોકની રજૂઆત સાથે ઓછી કાર્બન ફૂટપ્રિન્ટમાં સહયોગ કરવાની પ્રચંડ સંભાવના ધરાવે છે.