હિન્દાલ્કોએ નોવેલિસ IPO મુલતવી રાખ્યો
અમદાવાદ, 5 જૂનઃ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝની યુએસ પેટાકંપની નોવેલિસ ઇન્કએ તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. હિન્દાલ્કોએ જણાવ્યું હતું કે નોવેલિસ ભવિષ્યમાં જાહેર ઓફર માટેના સમયનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ $18 અને $21 ની વચ્ચેના શેરની ઓફર કરીને $810 મિલિયન અને $945 મિલિયન વચ્ચે એકત્ર કરવાની યોજના બનાવી હતી. વધારાના ગ્રીનશૂ વિકલ્પ સાથે, કુલ આવક $931.5 મિલિયનથી $1.08 બિલિયનની રેન્જની અપેક્ષા હતી. આ આઈપીઓ યુએસમાં ભારતીય કંપની દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોવાનું અનુમાન હતું.
IPOમાં વેચવાના શેર હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝની અન્ય પેટાકંપની AV મિનરલ્સ (નેધરલેન્ડ) NV તરફથી આવવાના હતા. AV મિનરલ્સે લગભગ 45 મિલિયન શેર્સ ઓફલોડ કરવાની યોજના બનાવી છે. IPO પછી, હિન્દાલ્કોએ નોવેલિસની 92.5% માલિકી જાળવી રાખી હશે, જેમાં 555 મિલિયન સામાન્ય શેર હશે. નોવેલિસ એ એલ્યુમિનિયમનું વિશ્વનું સૌથી મોટું રિસાયકલર છે, જેમાં કોકા-કોલા, ફોર્ડ અને જગુઆર લેન્ડરોવરનો સમાવેશ થાય છે. કંપનીએ Q4FY24માં $540નો મજબૂત EBITDA/ટન મેળવ્યો હતો, જે હિન્દાલ્કોના ઓપરેટિંગ પ્રદર્શનને સમર્થન આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)