GUVNLના ટેન્ડરમાં હિન્દુજા રિન્યુએબલ્સે 140 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો
મુંબઈ, 28 ડિસેમ્બર: હિન્દુજા રિન્યુએબલ્સે રૂ. 2.64/kWhના ટેરિફ દરે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલ ટેન્ડરમાં 140 મેગાવોટ સોલાર પાવર ક્ષમતા સ્થાપવા માટેની બિડ જીતી છે. તે વધીને 280 મેગાવોટ સુધી થવાની સંભાવના છે કારણ કે જીયુવીએનએલ ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરીને 140 મેગાવોટની વધારાની ક્ષમતાની મંજૂરી આપી શકે છે.
આ એવોર્ડ ભારતમાં ગમે ત્યાં 500 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે સૌર ઊર્જા ડેવલપર્સની પસંદગી માટે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલા સોલાર ટેન્ડર ફેઝ-22નો એક ભાગ છે. હિન્દુજા રિન્યુએબલ્સ આ ટેન્ડર હેઠળના 4 વિજેતા ડેવલપર્સમાંની એક હતી જેમાં અગ્રણી આઈપીપીએસની ભાગીદારી જોવા મળી હતી. હિન્દુજા રિન્યુએબલ્સના સીઈઓ સુમિત પાંડેએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમે એનએચપીસી અને જીયુવીએનએલ જેવા કેન્દ્રના અને વિવિધ રાજ્યના ટેન્ડરોમાં જીતેલા તાજેતરના ટેન્ડરોમાં આ એક આવકારદાયક ઉમેરો છે. આ સિદ્ધિ સાથે હિન્દુજા રિન્યુએબલ્સ આગામી થોડા વર્ષોમાં દેશમાં 1.5થી વધુ ગીગાવોટની ક્ષમતા સાથે કામ કરશે. હિન્દુજા રિન્યુએબલ્સ પાવર ક્ષમતાના મલ્ટી-જીડબલ્યુ સ્યુટ બનાવવાના માર્ગ પર છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)