ઇશ્યૂ ખૂલશે11 ડિસેમ્બર
ઇશ્યૂ બંધ થશે15 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 94 – 96
લોટ સાઇઝ1200 શેર્સ
ઇશ્યૂ સાઇઝ5304000  શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 50.92 કરોડ
લિસ્ટિંગSME, BSE

અમદાવાદ,9 ડિસેમ્બર એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલી  HRS Aluglaze Ltd. શેરદીઠ રૂ. 10 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 94 – 96 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે તા. 11 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 5304000 શેર્સની રૂ.  50.92 કરોડની ઓફર ધરાવતો IPO તા. 15 ડિસેમ્બરે બંધ થશે. એપ્લિકેશન માટે ઓછામાં ઓછી લોટ સાઇઝ 1200 શેર્સનાં 2 લોટ એટલે કે 2400 શેર્સ તથા ત્યારબાદ 1200 શેર્સનાં ગુણાંકમાં એપ્લિકેશન ભરવાની રહેશે. કંપનીના શેર્સ SME અને BSE ખાતે લિસ્ટેડ કરાવવાની કંપની દરખાસ્ત ધરાવે છે.

આ ઇશ્યુ થકી મળેલી કુલ ચોખ્ખી આવકમાંથી રૂ.18.30 કરોડનો ઉપયોગ અમદાવાદનાં રાજોડા ખાતે એસેમ્બલી અને ગ્લાસ ગ્લેઝિંગ લાઇન સ્થાપવા માટે, રૂ.19 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે અને અન્ય આવકનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. રીટેલ કેટેગરી હેઠળ કુલ 17.85 લાખ શેર્સ ઓફર કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:

HRS Aluglaze Ltd. 2012માં સ્થાપિત એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલી છે, જેમાં બારી, બારણા, કર્ટેન વોલ્સ, ક્લેડીંગ અને ગ્લેઝિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. કંપની બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, આર્કિટેક્ટ્સ અને ઇન્સ્ટીટ્યુશન્સને મટિરીયલ સપ્લાય તથા પ્રોક્યોરમેન્ટ સપોર્ટ સાથે ગુણવત્તાયુક્ત અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ ઉત્પાદન સુવિધા ગુજરાતનાં અમદાવાદનાં બાવળા તાલુકાનાં રાજોડા ગામમાં 11,176 સ્ક્વેર મીટર એરીયામાં સ્થિત છે તથા સીએનસી પ્રિસિજન મશીનરી અને પાવડર કોટીંગ સુવિધાઓથી સજ્જ છે. વર્તમાન સુવિધા સાથે જોડાઇને 13,714 સ્ક્વેર મીટર વિસ્તરણ પ્રસ્તાવિત છે. 30 સપ્ટેમ્બર 2025નાં રોજ કંપની પાસે 28 સક્રિય પ્રોજેક્ટ્સ નોંધવામાં આવ્યા છે.

 કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:

 નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે કંપનીએ કુલ રૂ. 26.35 કરોડ આવક, રૂ. 8.45 કરોડ એબિટા તથા રૂ. 4.54 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 24-25 માટે વાર્ષિક કુલ આવક રૂ. 42.14 કરોડ, રૂ. 10.70 કરોડ એબિટા અને રૂ. 5.15 કરોડ નેટ પ્રોફિટ નોંધાયો હતો. 30 સપ્ટેમ્બર 2025નાં રોજ રીઝર્વ અને સરપ્લસ રૂ. 10.66 કરોડ તેમજ એસેટ રૂ. 91.16 કરોડ હતો. કંપનીએ 31 માર્ચ 2025નાં રોજ હેલ્ધી રીટર્ન્સ રેશીયો નોંધાવ્યો હતો, જેમાં 34.24% આરઓઇ, 15.97% આરઓસીઇ તથા પીએટી માર્જીન 12.22% છે.

 ક્યુમ્યુલેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરની લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)