મુંબઈ, તા.14 ઓગસ્ટ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે સાત નાણાકીય સંસ્થાઓ આય ફાઈનાન્સ, બંધન બેંક, કર્ણાટક બેંક, મુથૂટ મિની, નિવારા હોમ ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ, એનએસડીએલ પેમેન્ટ બેંક અને આંધ્ર પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.

આ જોડાણો તેના વિતરણ નેટવર્કને વિસ્તૃત કરવા અને વીમાને વધુ સુલભ બનાવવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. સહિયારા ધોરણે 4,000થી વધુ શાખાઓ ધરાવતી આ નાણા સંસ્થાઓ સાથે જોડાણ કરીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વધુ લોકોને વીમા સુરક્ષાના નેજા હેઠળ લાવવાનું લક્ષ્ય રાખે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ હવે યુનિવર્સલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો, કોર્પોરેટ બેંકો, એનબીએફસી, એચએફસીએસ, એમએફઆઈ, સિક્યોરિટીઝ અને વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓમાં ફેલાયેલી 200થી વધુ નાણાકીય સંસ્થાઓ સાથે સહયોગ કરે છે, જે નોંધપાત્ર રીતે તેના બેંકેસ્યોરન્સ નેટવર્કને વિસ્તૃત કરે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ નૂતનતા પર ધ્યાન કેનેદ્રિત કરી રહી છે તે તેની ડિજિટલ પહેલોમાં સ્પષ્ટ જણાય છે. ઈલેક્ટ્રોનિક રીતે ઈશ્યુ કરાતી પોલિસીઓનું પ્રમાણ 99.3% ટકા છે અને તેની મોબાઈલ એપ, IL Take Careના 10 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ થયા છે તે સાથે, કંપની એક ‘ફિજીટલ’ અભિગમ અપનાવી રહી છે જે ગ્રાહકના અનુભવને વધારવા માટે ભૌતિક અને ડિજિટલ ટચપોઈન્ટનું મિશ્રણ છે. આ ગ્રાહક-કેન્દ્રિત વ્યૂહરચનાએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રભાવશાળી વૃદ્ધિમાં ફાળો આપ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2024માં બેન્કેસ્યોરન્સ 20.2%ના દરે વૃદ્ધિ પામી છે અને કંપનીએ 8.6%નો બજારહિસ્સો હાંસલ કર્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)