અમદાવાદ: ICICI લોમ્બાર્ડે 14 નવા અથવા વિસ્તારેલા વીમા ઉપાયોની પોતાની લેટેસ્ટ લાઈન-અપ લોંચ કરી છે, જેમાં રાઈડર્સ/એડ-ઓન્સ અને હેલ્થ, મોટર, ટ્રાવેલ તથા કોર્પોરેટ સેગમેન્ટ્સમાં અપગ્રેડ્સનો સમાવેશ થાય છે. ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સંજીવ મંત્રીએ ICICI લોમ્બાર્ડના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, ICICI લોમ્બાર્ડે રાષ્ટ્રની એક અગ્રગણ્ય તથા સર્વગ્રાહી જોખમ વીમાકંપની તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

સેગમેન્ટ દ્વારા વીમા ઓફરિંગ્સની વ્યાપક શ્રેણીના મુખ્ય અંશો તથા વિસ્તૃત વિગતો નીચે મુજબ છેઃ

ગોલ્ડન શિલ્ડ: વરિષ્ઠ નાગરિકો માટે અચોક્કસ આરોગ્ય-સંબંધિત જોખમો સામે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. વૃદ્ધાવસ્થાના વર્ગના ગ્રાહકો માટે વધુ સંલગ્ન બને છે. આના કવરેજમાં રૂમના ભાડાં, આઈસીયુ, ડોક્ટર ફી, એનેસ્થેશિયા, લોહી, ઓક્સિજન, ઓટી ચાર્જિસ, દવાઓ અને બીજા ઘણાનો સમાવેશ થાય છે. તેમાં ડે-કેર પ્રોસિજર્સ/ ઉપચારો માટેના તબીબી ખર્ચનો પણ સમાવેશ કરાય છે કે જેમાં 24 કલાક કરતા ઓછા સમય માટે હોસ્પિટલાઈઝેશન કરાય છે. આની સાથે એક અનોખું એડ-ઓન કેર કવરેજ આવે છે કે જે આરોગ્ય વ્યાવસાયિકોની સેવાઓ પૂરી પાડે છે.

હેલ્થ એડવાન્ટેજ:  ગ્લોબલ સિટિઝન માટે ઘરેલુ અને વિશ્વવ્યાપી આંતરરાષ્ટ્રીય કવર સામેલ છે. તેમાં હોસ્પિટલાઈઝેશન પૂર્વે અને પછીના વિસ્તારણ, અમર્યાદિત ટેલિકન્સલ્ટેશન, એર એમ્બુલન્સ, અને ઈમરજન્સી સહાયતા સેવાઓ સામેલ છે.

બીફિટઃ કેશલેસ ઓપીડી પોલિસી છે  જે શરદી/ ઉધરસ જેવી સામાન્ય બિમારીઓ અથવા સામાન્ય ઈજાઓને કવર કરે છે કે જેમાં હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી નથી. તે હેલ્થ પ્રોડક્ટ્સની ક્ષતિપૂર્તિ માટે એડ-ઓન રાઈડર છે જે રુટિન ઓપીડી કન્સલ્ટેશન્સ, નિદાન માટેના ટેસ્ટ, ફિઝિયોથેરાપી અને ફાર્મસીના બિલ માટે સાર્વત્રિક કવરેજને લાગુ કરે છે.

સર્વગ્રાહી હેલ્થ વીમો (સીએચઆઈ) અને હેલ્થ બૂસ્ટરઃ સીએચઆઈ, હેલ્થ બૂસ્ટર, ક્રિટિશિલ્ડ અને ફેમિલિશિલ્ડ જેવા વય જૂથો તથા ભિન્ન સેગમેન્ટની શ્રેણીબદ્ધ પ્રોડક્ટ્સ છે.

મોટર ફ્લોટર વીમોઃ ગ્રાહકો હવે મોટર ફ્લોટર પોલિસી થકી તેમની તમામ મોટર પોલિસીઓ માટે એક જ પોલિસી, એક જ રિન્યુઅલ તારીખ અને એક જ પ્રિમિયમની સુગમતાને માણી શકે છે.

ટેલિમેટિક્સ એડઓનઃ આ એડ-ઓન કવર થકી બેઝ મોટર પ્રોડક્ટને ‘એસેટ કમ યુઝેજ’ (અસ્ક્યામત કમ ઉપયોગ)માં રુપાંતરિત કરાય છે જેનો આધાર છે એવું પ્રિમિયમ જેને ઉપયોગના આંશિકપણાના આધારે બેઝ મોટર વ્હીકલના વીમાના પ્રિમિયમ તરીકે ચાર્જ કરવામાં આવે છે.

પેએઝયુયુઝ (પેયુ) પ્લાનઃ ઉપયોગના આધારે વિવિધ કિલોમીટર પ્લાનમાંથી પસંદ કરવાની સુગમતા પૂરી પાડવામાં આવે છે. આમ, પોલિસી માટેનું પ્રિમિયમ વાહનનો ઉપયોગ કરાય અથવા ગ્રાહક દ્વારા ઉપયોગ કરાવાનો અંદાજ હોય ત્યાં સુધી મર્યાદિત રહે છે.

પેહાઉયુયુઝ (પીએચવાયયુ) પ્લાનઃ આ પ્લાન હેઠળ, વાહન હંકારવાની વર્તણૂંકના સ્કોર અનુસાર વસૂલાતા પ્રિમિયમમાં ફેરફાર થાય છે. વાહન હંકારવાની સારી વર્તણૂંકવાળા ગ્રાહકોને પોલિસીના બેઝ પ્રિયિમ પર ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થઈ શકે છે.

ઈમરજન્સી મેડિકલ ખર્ચ કવર (ઈએમઈ): ઈએમઈ એડ-ઓન હેઠળ વાહનના કબ્જેદારોને અકસ્માતના સંજોગોમાં તબીબી ખર્ચ તેમજ રોજિંદા હોસ્પિટલ કેશ બેનિફિટ્સ કવરેજ પૂરું પડાય છે.

સમાન માસિક હપ્તા (ઈએમઆઈ) પ્રોટેક્ટઃ ઈએમઆઈ કવર એડ-ઓન એવા કિસ્સામાં લાગુ પડે છે જ્યાં વાહનને અકસ્માત થયો હોય અને કુલ જવાબદાર ઈએમઆઈ રકમને કવર કરે છે કે જેના માટે વીમાધારકનું વાહન ગેરેજમાં રિપેરિંગ માટે જાય છે.

ક્લબ રોયલ હોમ વીમોઃ ખાસ ધનિકવર્ગ માટે તૈયાર કરાયો છે, જેથી તેઓના માત્ર નિવાસી યુનિટ જ નહીં, પરંતુ તેમના પરિવારજનો, પાલતુ પ્રાણીઓ અને નિયુક્ત સ્ટાફને લગતું સંપૂર્ણ રક્ષણ પણ સુનિશ્ચિત કરી શકાય. આ એક સર્વગ્રાહી પ્રોડક્ટ છે જેમાં જરુર મુજબ એડ-ઓનની વિશાળ શ્રેણીને ઉમેરી તેને કસ્ટમાઈઝ કરી શકાય છે.

વોયેજર ટ્રાવેલ ઈન્શ્યોરન્સઃ આ પ્રોડક્ટ હેઠળનું નવું કવર, સ્વ-ચાલન રજાઓ, ક્રૂઝ જેવી ઉત્ક્રાંતિ પામતી જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે અને પ્રવાસીઓ માટેની બદલાતી જીવનશૈલી તથા પસંદગીઓને પરાવર્તિત કરે છે. ગ્રુપ તેમજ કોર્પોરેટ કવરેજ માટેનો એકલ ઉપાય ધરાવતી આ પ્રોડક્ટ બંને ઘરેલુ અને વિદેશી પ્રવાસને એક વર્ષ સુધીના ગાળા માટે કવર કરે છે.

લાયેબિલિટી ફ્લોટરઃ એસએમઈ/ સ્ટાર્ટઅપ્સને સર્વગ્રાહી જવાબદારીનું કવરેજ કે જેમાં સાયબર, કર્મચારીની અપ્રામાણિકતા, ડાયરેક્ટર, વ્યવાસાયિક ક્ષતિપૂર્તિ અથવા કોમર્શિયલ સામાન્ય જવાબદારી અને બીજા ઘણા સહિતનાનો સમાવેશ થાય છે.

ડ્રોન વીમોઃ ડ્રોન ઉત્પાદકો/ ઓપરેટર્સ અથવા લોજિસ્ટિક કંપનીઓને સેવા પૂરી પાડવા સાથે પેલોડ સહિત ડ્રોનની ચોરી/ હાનિ અથવા થતા નુકસાન સામે સર્વગ્રાહી વીમો ઓફર કરે છે.

રિટેલ સાયબર લાયેબિલિટી ઈન્શ્યોરન્સઃ તે કોઈ પણ સાયબર ઠગાઈ અથવા ડિજિટલ જોખમો કે જેના પરિણામે નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન થઈ શકે છે તેની સામે વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોને રક્ષણ પૂરું પાડે છે.