અમદાવાદઃ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારોમાં આજે બ્લૂચીપ કંપનીઓમાં વેલ્યૂ બાઇંગ સપોર્ટ રહેતાં સેન્સેક્સ 243 પોઇન્ટ સુધરવા સાથે નિફ્ટીએ ટેકનિકલ તેમજ સાયકોલોજિકલી 18000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 61,352.55 અને નીચામાં 60,750.32 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 242.83 પોઈન્ટ્સ સુધરી 61275.09 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 18,034.10 અને નીચામાં 17,853.80 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી છેલ્લે 86.00 પોઈન્ટ્સની તેજી સાથે 18015.85 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ પેકમાં આજે ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ 5.46 ટકાનો ઉછાળો નોંધાયો હતો. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, ટાટા સ્ટીલ, કોટક બેન્ક, ટાટા મોટર્સ અને એચચસીએલ ટેકનોમાં પણ સુધારાની ચાલ રહી હતી. જ્યારે નો સમાવેશ થાય છે. આઈટીસીમાં 1.19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હિન્દુસ્તાન યૂનિલિવર, સન ફાર્મા, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને એચડીએફસી બેન્કમાં પણ સાધારણ ઘટાડાની ચાલ રહી હતી.

માર્કેટબ્રેડ્થ સતત બીજા દિવસે નેગેટિવ, અંડરટોન વેલ્યૂ બાઇંગનો

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ360017051774
સેન્સેક્સ302010

રિયાલ્ટી, ટેલિકોમ, આઇટી- ટેકનોલોજી શેર્સમાં વેલ્યૂ બાઇંગ શરૂ

રિયલ્ટી, ટેલીકોમ, આઈટી, ટેકનો, ઓટો, ફાઈનાન્શિયલ, બેન્ક અને એનર્જી શેરોમાં વેલ્યૂ બાઇંગ લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર, કેપિટલ ગૂડ્ઝ અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.69 ટકા અને 0.36 ટકા વધીને બંધ રહ્યા હતા.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
FINCABLES671.95+75.45+12.65
PRIMO73.70+12.25+19.93
GMDCLTD139.15+9.80+7.58
BCG26.45+2.75+11.60
TECHM1,070.85+58.60+5.79

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
UFLEX483.55-27.15-5.32
JINDALPOLY663.10-56.35-7.83
KITEX153.80-22.45-12.74
HIKAL309.35-16.85-5.17
RHIM656.00-35.70-5.16

અદાણી જૂથના શેર્સની મંગળવારની સ્થિતિ એક નજરે

અદાણી જૂથના 10માંથી 6 શેર્સ પોઝિટિવ ઝોનમાં રહ્યા હતા. તે પૈકી એનડીટીવી, અંબુજા સિમેન્ટ, એસીસી, અદાણી વિલમર, અદાણી એન્ટરપ્રાઇસ, અદાણઈ પોર્ટ્સમાં સુધારાની ચાલ રહી હતી. સામે અદાણી ગ્રીન, ટોટલ, પાવર અને ટ્રાન્સમિશનમાં મંદીનો ખેલો ચાલુ રહ્યો હતી.

સ્ક્રિપ્સછેલ્લોતફાવત
NDTV187.20+4.70
AMBUJA CEMENT344.90+2.45%
ACC1,858.00+1.48%
ADANI WILMAR398.25+1.18%
ADANI ENTERPRISES1,771.00+1.18%
ADANI PORTS & SEZ570.00+0.87%
ADANI POWER140.90-4.99%
ADANI GREEN ENERGY620.75-5.00%
ADANI TOTAL GAS1,078.85-5.00%
ADANI TRANSMISSION1,017.05-5.00%