ICICI પ્રુડેન્શિયલે ODISHA ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી
મુંબઇ, 6 જૂન: ODISHA ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) સહિતની સ્કીમમાં આવરી લેવાયેલા ડેથ અને હેલ્થ ક્લેમ્સ માત્ર ત્રણ મૂળભુત દસ્તાવેજોને આધારે પ્રોસેસ કરવામાં આવશે.
ક્લેમ સેટલમેન્ટ માટે જરૂરી દસ્તાવેજો
- બેન્ક ખાતાની વિગતો
- મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી ડેથ સર્ટિફિકેટ. જો ડેથ સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો હોસ્પિટલ, સરકારી સત્તાવાળાઓ કે પોલીસ દ્વારા મૃતક પ્રવાસીઓની જારી કરાયેલી યાદી
- નોમિનીનાં માન્ય એડ્રેસ પ્રુફની નકલના આધારે ઝડપી ક્લેઇમ સેટલ કરવાની કંપનીએ ખાતરી આપી છે.
ક્લેમ સંબંધિત પૂછપરછમાં મદદ કરવા માટે કંપનીએ વિશેષ 24X7 હેલ્પલાઇન નંબર (1-860-266-7766).
જારી કર્યો છે.
ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (કસ્ટમર સર્વિસ એન્ડ ઓપરેશન્સ) અમિશ બેન્કરે જણાવ્યું હતું કે, અમે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી છે, જે મુજબ નોમિનીએ માત્ર ત્રણ બેઝિક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. અમારી ખાસ 24X7 હેલ્પલાઇન ક્લેમ્સ અંગેની તમામ પૂછપરછનાં જવાબ માટે સજ્જ છે. નોમિની તેમની તમામ પૂછપરછ અંગે સ્પષ્ટતા મેળવવા અમને કોલ કર શકે છે.