અમદાવાદ, 30 જૂન: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો છે, જે એક માર્કેટ-લિન્ક્ડ પ્રોડક્ટ છે જે ગ્રાહકોને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવવા માટે વિકસાવાયો છે.

આ પ્રોડક્ટ ₹1000 ના માસિક પ્રીમિયમથી ખરીદી શકાય છે, જે યુવા ગ્રાહકોના મોટા વર્ગને વ્યવસ્થિત રીતે રોકાણ કરવા અને તેમના લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. પ્રોડક્ટનું લાઈફ કવર, કોઈ અનિચ્છિત ઘટનાના સંજોગોમાં પરિવાર આર્થિક રીતે સુરક્ષિત રહે તે બાબત સુનિશ્ચિત કરે છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ પ્રોડક્ટ અને ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અમિત પાલ્ટાએ જણાવ્યું હતું કે, ભારતની વિકાસગાથા મોટાભાગે યુવાનો દ્વારા આગળ ધપાવાઈ રહી છે જે વસ્તીના લગભગ 65% છે અને આ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને, અમે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ રજૂ કર્યો છે. આ ખર્ચ-અસરકારક અને કર-કાર્યક્ષમ પ્રોડક્ટ પ્રથમ નોકરી કરનારાઓ અથવા સામાન્ય રીતે યુવાનોને દર મહિને ₹1000 જેટલા ઓછા સસ્તા રોકાણ સાથે વહેલા શરૂઆત કરવાની સુવિધા આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)