અદાણી ગ્રીન એનર્જીમાં ₹. 2 લાખ કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, 28 જૂનઃ અદાણી જૂથે ગ્રીન એનર્જી કંપનીની ₹.2 લાખ કરોડનું જંગી રોકાણ કરી 40 GW (ગીગાવોટ) રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાની યોજના છે. 2050 સુધીમાં નેટ કાર્બન ક્રેડિટ માટે વધુ રિન્યુએબલ કેપેસિટી જનરેટ કરી કંપની નેટ ઝીરો એમીશનનું ટાર્ગેટ હાંસલ કરવાની યોજના ધરાવે છે. અદાણી જૂથ હાલમાં સોલાર અને વીન્ડ ઉર્જા જેવા રિન્યૂએબલ સ્ત્રોતોમાંથી 10 GW થી વધુ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. 2030 સુધીમાં આ વીજ ઉત્પાદન ક્ષમતા 50 GW સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. દર વર્ષે 6-7 GW ઉમેરી તેઓ વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. વધારાની 40 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે અદાણી જૂથ આશરે ₹2 લાખ કરોડનું રોકાણ કરશે.
AGEL પ્રથમ તબક્કામાં 2030 સુધીમાં ઓછામાં ઓછી 5,000 મેગાવોટ હાઇડ્રો-પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) ક્ષમતાના ઉમેરાનું લક્ષ્ય પણ ધરાવે છે. તેણે આંધ્રપ્રદેશમાં પ્રથમ 500 મેગાવોટ હાઇડ્રો- PSP નું બાંધકામ શરૂ કર્યું છે. કંપની પાસે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણામાં હાઇડ્રો-પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સની મજબૂત શરૂઆત કરી છે.
AGEL એ 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતાના ધરાવતું ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ છે. જેમાં 2,418 મેગાવોટ સોલર અને 430 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)