ગુજરાતમાં એક વર્ષમાં બમણા passport સરન્ડર થયા આ રહ્યા… તેના કારણો
અમદાવાદ, 15 જુલાઇઃ દેશમાં ગુજરાતીઓમાં વિદેશ સ્થાયી થવાની ઘેલછાં અન્ય રાજ્યો કરતાં વધું હોવાનું વધુ એક પ્રમાણ મળ્યું છે. ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં passport સરન્ડરની સંખ્યા બમણી થઈ છે. વિદેશનું નાગરિકત્વ મેળવવા માટે ભારતનો passport સરન્ડર કરવો પડે છે. ગુજરાતમાંથી ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ પાંચ માસમાં જ 244થી વધુ લોકોએ passport સરન્ડર કર્યા છે.
રિપોર્ટ મુજબ, 2022માં 241 લોકોએ passport સરન્ડર કર્યા હતા, આ આંકડો 2023માં બમણો થઈ 485 થયો હતો. મે 2024ની શરૂઆતમાં આ સંખ્યા 244 પર પહોંચી ગઈ હતી. passport સરન્ડર કરનારાઓમાં મોટા ભાગના passport 30-45 વર્ષની વયના વ્યક્તિઓના હતા. ઉલ્લેખનીય છે, passport સરન્ડર કરનારા મોટાભાગના લોકો અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.
22300 લોકોએ નાગિકતા છોડી
સંસદીય ડેટા મુજબ, 2014 થી 2022ની દરમિયાન 22,300 લોકોએ તેમની નાગરિકતાનો ત્યાગ કરી હતી. જેમાં નાગરિકતા ત્યજનારની દ્રષ્ટિએ ગુજરાત ત્રીજા સ્થાને છે. 60,414 passport સરન્ડર સાથે દિલ્હી અને 28,117 સાથે પંજાબ ટોચના બે સ્થાનો પર છે. કોવિડ મહામારી બાદ passport સરન્ડર કરવાના કિસ્સામાં ઉછાળો આવ્યો છે. નામ ન જણાવવાની શરતે એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી નોંધપાત્ર સંખ્યામાં યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય છે અને અંતે ત્યાં જ સ્થાયી થાય છે, જે passport સરન્ડરના કિસ્સામાં વધારો કરી રહ્યા છે.
વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ વિદેશમાં સ્થાયી થઇ રહ્યા છે
આ વલણ વેપારી સમુદાયમાં પણ જોવા મળ્યું છે. ઘણા ઉદ્યોગપતિઓ વધુ સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની ગુણવત્તા માટે વિદેશમાં જઈ રહ્યા છે. ભારતમાં ઉચ્ચ જીવનધોરણ ધરાવતા લોકો પણ ગ્રીન સ્પેસની અછત અને ડ્રાઈવિંગની નબળી સ્થિતિ જેવા મુદ્દાઓને કારણે સ્થળાંતર કરવા ઈચ્છે છે.
2028માં passport સરન્ડરની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવશે
કોરોના મહામારી બાદ મોટી સંખ્યામાં લોકો વિદેશ સ્થાયી થઈ રહ્યા છે. યુકે, યુરોપના ઘણા દેશો, યુએસએ અને કેનેડા દ્વારા વિઝાના નિયમો સરળ બનાવતાં ભારતીયો વિદેશ શિફ્ટ થયા છે. જેથી 2028 સુધીમાં passport સરન્ડરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર જનારા લોકો વિદેશનું નાગિકત્વ અપનાવતાં હોવાથી passport સરન્ડરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. passport એક્ટ 1967 મુજબ, ભારતીય passport ધારકોએ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી તેમના passport સરન્ડર કરવા પડશે. જો ત્રણ વર્ષમાં passport સરન્ડર કરવામાં ન આવે તો રૂ. 10થી 50 હજાર સુધીની પેનલ્ટી થઈ શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)