આ વર્ષે  અદાણીની સંપત્તિમાં કુલ $82.8 અબજનો ઘટાડો

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ગત સપ્તાહે નીચે સરકી 24માં સ્થાને હતા તે હવે 32મા સ્થાને સરકી ગયા છે. ટૂંકમાં ગૌતમ અદાણી હવે 30 સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ નેટવર્થ ઘટીને $37.7 અબજ થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં કુલ $82.8 અબજનો ઘટાડો થયો છે.

એક મહિનામાં અદાણી જૂથના શેર્સ 80 સુધી ગાબડું

US સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર કડાકો હતો. જૂથની કેટલીક કંપનીઓના શેર્સની કિંમતમાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેની અસર ગૌતમ અદાણીની પર્સનલ નેટવર્થ પર પણ જોવા મળી છે. અદાણી થોડા સમય પહેલા સુધી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. તેઓ એશિયાના સૌથી મોટા ધનકુબેર પણ હતા. પરંતુ છેલ્લા એક મહિનામાં નેટવર્થમાં જંગી ગાબડાં સાથે તેઓ બિલિયોનર લિસ્ટમાં 32માં ક્રમે પહોંચી ગયા છે.

મુકેશ અંબાણી 10મા સ્થાને

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $81.1 અબજની નેટવર્થ સાથે 10મા સ્થાને છે. તેમની સંપત્તિમાં પણ આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ $6.02 અબજનો ઘટાડો થયો છે. અંબાણી હાલમાં ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે.

એલોન મસ્ક ફર્સ્ટ સ્પોટ પર છે

બ્લૂમબર્ગની અમીરોની યાદીમાં ઈલોન મસ્ક $187 બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ ક્રમે છે. આ યાદીમાં બીજા ક્રમે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ છે. તેમની કુલ સંપત્તિ 185 અબજ ડૉલર થઈ ગઈ છે.

વિશ્વના ટોચના ધનિકોની યાદી

રેન્કનામકુલ નેટવર્થતફાવત
1Elon Musk$187B+$6.98B
2Bernard Arnault$185B+$3.69B
3Jeff Bezos$117B+$57.1M
4Bill Gates$114B-$331M
5Warren Buffett$106B+$136M
6Larry Ellison$102B-$310M
7Steve Ballmer$89.4B+$225M
8Larry Page$84.7B+$406M
9Carlos Slim$83.2B+$363M
10Mukesh Ambani$81.1B-$646M
32Gautam Adani$37.7B-$2.18B

અદાણી જૂથના શેર્સની 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટ્રા-ડે સ્થિતિ

scriptlatest+/-%
adani enter1367.25+14.19
adani port592.55+5.44
adani power146.45+4.98
adani green485.55+5.00
adani wilmar361.40+5.00
acc1730.30+2.12
ambuja cem343.20+4.12
ndtv190.25+4.99
adani trans642.55-5.00
adani total680.20-4.99

(source: BSE India, 28-2-2023,14:56 pm)