સરકારે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરતાં રિન્યુએબલ, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં કરંટ
મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ 2030 સુધીમાં ભારતના 500 GW ના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 32.45 લાખ કરોડ નું ફંડ રોકવા માં આવશે. ગુજરાતમાં ચાલી રહેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)ના ભાગ રૂપે સરકાર સેગમેન્ટ માટે યોજનાઓનું અનાવરણ કરતી વખતે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરના સ્ટોક્સ પર ધ્યાન છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રીન એનર્જી કંપની ના શેર એ આ વર્ષે સરેરાશ 80 ટકા જેટલું વળતર આપ્યું છે. ટોચના પર્ફોર્મર્સની યાદીમાં વારી રિન્યુએબલ્સ, સુઝલોન એનર્જી અને આઇનોક્સ વિન્ડ જેવા શેરોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જાહેરાત કરી હતી કે સરકાર ગ્રીન એનર્જી ખાસ કરીને સોલાર માં જે 50 ટકા અથવા 280 ગીગાવોટથી વધુનું યોગદાન આપશે અને પ્રીમિયર એનર્જી પર તેજી ધરાવે છે, જેણે છેલ્લા ત્રણ વર્ષમાં 100 ટકા વૃદ્ધિ દર્શાવી છે. FY24માં રૂ. 230 કરોડના નફામાં રૂ. 14 કરોડનું નુકસાન નોંધાયું છે. આ જાહેરાતના પગલે એનર્જી, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં સુધારાનો કરંટ જોવાયો હતો. તેની પાછળ BSE પાવર ઇન્ડેક્સ લગભગ 44 ટકા વધ્યો છે જ્યારે સેન્સેક્સ 14.9 ટકા અને નિફ્ટીમાં 16.8 ટકાનો વધારો થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)