INCRED MONEY એ ડિજિટલ સોનું અને ચાંદી લોન્ચ કર્યું
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ ઇનક્રેડ ગ્રુપની રિટેલ વેલ્થ-ટેક શાખા, ઇનક્રેડ મની, MMTC-PAMPની સાથે ભાગીદારીમાં ડિજીટલ સોનું અને ચાંદી લોન્ચ કરવાની જાહેરાત કરે છે. MMTC-PAMP, PAMP SA (સ્વિટ્ઝરલેન્ડ) અને ભારત સરકારના સાહસ MMTC લિમિટેડનું સંયુકત સાહસ છે અને ભારતના એકમાત્ર LBMA-માન્યતા પ્રાપ્ત ગુડ ડિલિવરી ગોલ્ડ અને સિલ્વર રિફાઇનર છે. ફક્ત રૂ.10 ના પ્રારંભિક રોકાણ સાથે આ પ્રોડક્ટનો હેતુ ભારતના રોજિંદા ખર્ચ કરનારાઓને રોજિંદા બચતકર્તાઓમાં બદલવાનો છે.
“બચત પણ ખર્ચ કરવા જેટલો જ સ્વાભાવિક લાગવો જોઈએ.”
બિનજરૂરી ખર્ચના યુગમાં, જ્યાં 100 રૂપિયાના નાસ્તા અને 300 રૂપિયાની ઓનલાઈન ડીલ્સ ફક્ત એક સ્વાઇપના અંતર પર છે, બચત કરવાની આદત લુપ્ત થઈ રહી છે. InCred Money તેને પાછી લાવી રહ્યા છે – એક સમયે ઓછામાં ઓછા 10 રૂપિયાના ડિજિટલ સોના અને ચાંદીની ખરીદી સાથે દરેક માટે સોનું અને ચાંદીને સુલભ થઇ જશે.
આ પ્રોડક્ટની ફ્લેક્સિલિટી ઓફર તેને ખરેખર યુનિક બનાવે છે. ફક્ત એક ક્લિકથી તમારા હોલ્ડિંગ્સને 24×7 ગમે ત્યારે રિડીમ કરી શકાય છે અને પૈસા તમારા બેંક ખાતામાં તાત્કાલિક ટ્રાન્સફર કરી શકો છો. રોકાણકારો કે ગ્રાહકો જે ફિઝિકલ સોના અથવા ચાંદીની પ્રોડક્ટ રાખવાનું પસંદ કરે છે તે લોકો MMTC-PAMP તરફથી 24 કેરેટ, 999.9 (99.99%+ શુદ્ધતા) શુદ્ધ સોના-ચાંદીના સિક્કા અને ગોલ્ડ-સિલ્વર બાર માટે રિડીમ કરી શકે છે જે તમારા ઘરઆંગણે સુરક્ષિત રીતે શુદ્ધતા અને સલામતી સાથે પહોંચાડવામાં આવે છે. દરેક MMTC-PAMP પ્રોડક્ટ શ્રેષ્ઠ સ્વિસ ક્રાફ્ટ્સમેનશીપથી તૈયાર કરવામાં આવે છે, એક યુનિક નંબરવાળા હોય છે અને એસેયર સર્ટિફાઇડ મિન્ટેડ કાર્ડ્સમાં પેક કરવામાં આવે છે.
InCred Money ડિજિટલ સોના અને ચાંદીની મુખ્ય વિશેષતાઓ :
– નાની શરૂઆત: માત્ર રૂ.10 થી બચત
– સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી: InCred Money એપ્લિકેશન પર તાત્કાલિક ખરીદો અથવા વેચો
– લાઇવ બજાર કિંમત: પારદર્શક અને રીઅલ-ટાઇમ અપડેટ્સ
– સલામત અને ઇન્શોયર્ડ: ભારતની સૌથી વિશ્વસનીય રિફાઇનરી, MMTC-PAMP દ્વારા તિજોરીમાં સંગ્રહિત
– ઓટોમેટેડ SIP: SIP સેટ કરો — દૈનિક, સાપ્તાહિક કે માસિક
– સરળ રિડેમ્પશન: ગમે ત્યારે રોકડમાં રૂપાંતરિત કરો અથવા તમારા ઘરઆંગણે ફિઝિકલ સોનું/ચાંદી મેળવો
– કોઈ ડીમેટ જરૂર નથી: 100% ડિજિટલ અને મુશ્કેલી-મુક્ત
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
