ઇન્ડેલ મનીનો એનસીડીનો પાંચમો જાહેર ઇશ્યૂ 4 નવે.એ બંધ થશે
સિક્યોર્ડ એનસીડી પ્રત્યેકની મૂળ કિંમત રૂ. 1,000 | ઇશ્યૂ 21 ઓક્ટોબરે ખૂલી 4 નવેમ્બરે બંધ થશે |
એનસીડીની તમામ શ્રેણી ઉપર લઘઉત્તમ એપ્લીકેશનનું કદ રૂ. 10,000 | એનસીડી ડીમટિરિયલાઇઝ્ડ ફોર્મમાં ટ્રેડ થશે, એનસીડી બીએસઇ ઉપર લિસ્ટ થશે |
અમદાવાદ, 30 ઓક્ટોબર: ઇન્ડેલ મનીએ પ્રત્યેક રૂ. 1,000 મૂળ કિંમત ધરાવતા સિક્યોર્ડ એનસીડીના પાંચમાં જાહેર ઇશ્યૂની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ 21 ઓક્ટોબર, 2024ના રોજ ખૂલ્યો છે અને 04 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે, સિક્યોર્ડ એનસીડી પ્રત્યેક રૂ. 1,000ની મૂળ કિંમત ધરાવે છે. આ ઇશ્યૂમાં રૂ. 75 કરોડ સુધીની રકમ માટે બેઝ ઇશ્યૂ સાઇઝ સાથે રૂ. 75 કરોડ સુધીના ઓવર સબસ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે કુલ રકમ રૂ. 150 કરોડ થવા પામે છે. ઇશ્યૂના લીડ મેનેજર વિવરો ફાઇનાન્શિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.
આ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ધિરાણ, ફાઇનાન્સિંગના હેતુ માટે તથા કંપનીના ઋણ ઉપર પ્રિન્સિપલ અને વ્યાજના રિપેમેન્ટ/પ્રીપેમેન્ટ માટે (ઓછામાં ઓછા 75 ટકા) તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ* માટે (મહત્તમ 25 ટકા સુધી) કરાશે.
ઇન્ડેલ મની લિમિટેડની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) 30 જૂન, 2024 સુધીમાં રૂ. 1,78,575.19 લાખ હતી. લોન પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો 91.82 ટકા છે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 324 બ્રાન્ચનું નેટવર્ક હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિળ નાડુ, આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા, આંદામાન અને નિકોબાર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં ફેલાયેલું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)