Indian stock markets reeling from boom-bust and doldrums, with common investors reeling from optimism for a correction

અમદાવાદ, 10 માર્ચઃ ભારતીય શેરબજારો તેજી-મંદી અને સુસ્તીના ત્રિભેટે ઊભા છે. જેમાં સામાન્ય રોકાણકારો એ જજ નથી કરી રહ્યા છે કે, બજારની વાસ્તવિક ચાલ કેવી રહેશે. એક દિવસ કેલેન્ડર વર્ષનો સૌથી મોટો ઉછાળો આવે અને બીજાં જ દિવસથી માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર અને મંદીના કડાકા- ભડાકા વચ્ચે રોકાણકારોની મૂડી સ્વાહા થઇ રહી છે. BSE સેન્સેક્સ શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસ દરમિયાન 59,262.47 અને 58,884.98 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 671.15 પોઈન્ટ્સ ઘટીને 59,135.13 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 17,451.50 અને 17,324.35 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 176.70 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17412.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

પાવર, ઓઇલ-ગેસમાં સુધારાનો કરંટ, બેન્ક, આઇટી, ઓટો રિવર્સ ગિયરમાં

વિવિધ સેક્ટોરલ્સ પૈકી પાવર, ઓઈલ-ગેસ અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી, ટેકનો અને ઓટો સેક્ટર્સના શેર્સમાં સ્ટોક સ્પેસિફિક વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.69 ટકા અને 0.59 ટકા ઘટીને બંધ રહ્યા હતા

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને નેગેટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30129
બીએસઇ36111298 (35.95%)2219 (61.45%)

શેરબજારોમાં કડાકાના મુખ્ય કારણો એક નજરે

  1. SVB Crisisની અસર: અમેરિકી બેન્ક SVB Financial Groupના શેર 60 ટકા ગગડી ગયા. આ કારણથી યૂએસ માર્કેટ સહિતના દુનિયાભરના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો
  2. અદાણી ગ્રુપના 6 શેર્સમાં ઘટાડો (Adani Stocks):  નિફ્ટી સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 4% તેમજ અદાણી ગ્રુપના 6 શેર્સમાં ઘટાડાની ચાલ
  3. ફેડ રિઝર્વનો ફફડાટઃ યુએસ ફેડ 21-22 માર્ચના રોજ યોજાનારી તેની બેઠકમાં વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરી શકે તેવો વૈશ્વિક શેરબજારોમાં ફફડાટ
  4. ગ્લોબલ સ્ટોક માર્કેટ: Nasdaq બે ટકા ઘટીને બંધ રહ્યો હતો જ્યારે બેન્ચમાર્ક S&P 500 અને Dow પણ ગુરુવારે 2 ટકા ગગડીને બંધ રહ્યા હતા. આ કારણથી જાપાનનો નિક્કાઈમાં પણ 1.7 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તેની અસર વૈશ્વિક શેરબજારો ઉપર નેગેટિવ થઇ રહી છે
  5. FIIની આક્રમક વેચવાલી: વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભારતીય ઇક્વિટી માર્કેટમાં એક ધારી વેચવાલી રહી છે.

સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 674 પોઇન્ટનો ઘટાડો

બીએસઇ સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 674 પોઇન્ટ ઘટ્યો છે. જ્યારે નિફ્ટીએ ફરી એકવાર 17500 અને 17450 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ કમ ટેકનિકલી મહત્વની સપોર્ટ સપાટી ગુમવી છે.