મેટલ શેરો મજબૂત, એફઆઇઆઇ-ડીઆઇઆઇના સામસામા રાહ

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 26000 ક્રોસ કરી પણ લીધો. 25000થી 26000 સુધી પહોંચતા નિફ્ટીને 38 ટ્રેડીંગ દિવસો લાગ્યા હતા. સેન્સેક્સે 85000 અને નિફ્ટીએ 26000 ક્રોસ કરી લાર્જકેપ ફંડોમાં અને આ ઇન્ડેક્સોના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણ કરનારાઓને રાજીના રેડ કરી દીધાં છે. જોકે આ લેવલે ચાર્ટીસ્ટો પાર્શીયલ પ્રોફીટ બુકીંગની સલાહ આપે છે. સોમવારના 84928.61 ના બંધ સામે સેન્સેક્સે 84860.73 ખુલી સ્ટાર્ટીંગમાં જ 84716.07નું લો બનાવી બપોરે બેથી ત્રણની વચ્ચે 85163.23નો નવો હાઇ બનાવી અંતે 84914.04 બંધ રહેવા સાથે 0.02 ટકાનો નહીંવત ઘટાડો નોંધાવ્યો છે. નિફ્ટી પણ 26011.55નો નવો ઓલ ટાઇમ હાઇ દેખાડી 25940.40(25939.05) ના સ્તરે વિશેષ ફેરફાર વગર બંધ રહ્યો હતો.

બેન્ક નિફ્ટી 54105.80ના પુરોગામી બંધ સામે 54110.65 ખુલી વધીને 54247.70 અને ઘટીને 53904.65નું બોટમ બનાવી છેલ્લે પા ટકો ઘટીને 53968.60 રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ ઇન્ટ્રાડેમાં 54247.70નો નવો ઐતિહાસિક હાઇ કર્યો હતો. બીએસઇ ખાતે બેન્કેક્સ જોકે સોમવારના 61451.83ના હાઇ સામે 61451.52 નો દૈનિક હાઇ બનાવતા નવા હાઇની શ્રૃંખલા જાળવી શક્યો ન હતો અને છેલ્લે  0.30%ના નુક્શાને 61166.36 બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક સતત સુધરતો જાય છે. આ શેર તેના બાવન સપ્તાહના 1794ના હાઇથી હવે માત્ર 26 રૂપિયા જ દૂર છે. નિફ્ટી બેન્કે મંગળવારે બાવન સપ્તાહનો નવો હાઇ બનાવ્યો તેની સાથે સાથે એના પ્રતિનિધિ શેરોમાંથી એક પણ શેર નવા હાઇએ પહોંચ્યો ન હતો.

નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 69.45 પોઇન્ટ્સ, 0.28% ઘટી 24883.65 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ 25038.20નો ઓલ ટાઇમ હાઇ ઇન્ટ્રાડેમાં કર્યો હતો. તેના બે પ્રતિનિધિ શેર, એક ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયેનાન્સે મંગળવારે 1652નો અને આઇસીઆઇસીઆઇ પ્રુડન્શીયલ લાઇફે રૂ. 795ના નવા ઐતિહાસિક હાઇ નોંધાવ્યા હતા. નિફ્ટી મિડકેપ સિલેક્ટ 83.50 પોઇન્ટ્સ, 0.63% વધી 13284.10 તો  નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 96.30 પોઇન્ટ્સ, 0.13%ના ગેઇને 76803.80ના સ્તરે વિરમ્યા હતા. નિફટી નેક્સ્ટ 50નો વેદાન્તા મેટલ શેરોની તેજી વચ્ચે  3.75% વધી રૂ. 470.10 બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ પણ સાડા ચાર ટકા સુધરી રૂ. 160.65ના સ્તરે ટોપ ગેઇનર હતો. હિન્દાલ્કો રૂ. 719.70નો નવો હાઇ દેખાડી 4.12% ના ગેઇને રૂ. 719 બંધ હતો. ચીનની સેન્ટ્રલ બેન્કના અર્થતંત્રને ટેકો આપવાના પ્રયાસોની અસર મેટલ શેરોની તેજીમાં પ્રતિબિંબિત થતી હતી.

ગુરૂવારે નિફ્ટીનો સપ્ટેમ્બર વાયદો પૂરો થશે

નિફ્ટીના શેર એસબીઆઇલાઇફે ઇનવેસ્ટર મીટ/ કોન્ફરન્સ કોલ રદ કર્યાની જાહેરાત 23મીએ કરી તેના વસવસાના લીધે મંગળવારે ભાવ પોણા ત્રણ ટકા તૂટી રૂ. 1866 થઇ ગયો હતો. આ શેર સોમવારે 2.66% વધી 1920 બંધ હતો. તે જ રીતે હેવી વેઇટ હિન્દુસ્તાન યુનિલીવર પણ અઢી ટકા ઘટી રૂ. 2952 થયો હતો. આજે બેન્ક નિફ્ટીનો અને ગુરૂવારે નિફ્ટીનો સપ્ટેમ્બર વાયદો પૂરો થશે તેથી આ બે દિવસોમાં ઇન્ટ્રાડે ચંચળતા વધવાની સંભાવના છે. નિફ્ટીના 25(34) શેર વધ્યા અને 25(16) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 21(39), નિફ્ટી બેન્કના 12માંથી 2(10), નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 4(19) અને મિડકેપ સિલેક્ટના 25માંથી 16(16) શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 15(19) અને બેન્કેક્સના 10માંથી 3(7) શેરો વધ્યા હતા.

2.97% સુધરી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 9735.40 થયો

એનએસઇના 77માંથી 48(70) ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. તેમાં સૌથી વધુ 2.97% સુધરી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 9735.40 થયો હતો. આ ઇન્ડેક્સનો નાલ્કો (નેશનલ એલ્યુમિનીયમ) 6.64% સુધરી રૂ 192ના સ્તરે બંધ હતો. વેલસ્પર્ન કોર્પ અને એનએમડીસી ચાર-ચાર ટકા તો વેદાન્તા અને એપીએલ અપોલો બંન્ને પોણા ચાર ટકાના પ્રમાણમાં વધ્યા હતા. હિન્દુસ્તાન કોપર સાડા ત્રણ ટકા અને સેઇલ સવા ત્રણ ટકા સુધરીને બંધ રહ્યા હતા. મેટલ ઇન્ડેક્સના તમામ 15 શેરો વધીને બંધ રહ્યા હતા. તે પછીના ક્રમે સેન્ટ્રલ પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇસીસ (સીપીએસઇ) ઇન્ડેક્સ 1.18%ના ગેઇને 7213.50 અને પીએસઇ ઇન્ડેક્સ 1%ના વધારા સાથે 11053.35ના સ્તરે બંધ રહ્યા હતા. સીપીએસઇનો એનએલસી સાડા ચાર ટકા વધી રૂ. 285 અને પીએસઇનો એનએમડીસી ચાર ટકા વધી રૂ. 224ના સ્તરે વિરમ્યા હતા. એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2866(2907) ટ્રેડેડ શેરોમાંથી 1355(1768) વધ્યા, 1441(1066) ઘટ્યા અને 90(73) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 166(176) શેરોએ અને નવા લો 40(38) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 138(155) તો નીચલી સર્કીટે 54(67) શેરો ગયા હતા.

એસ્ટ્રાઝેનેકા ફાર્મા 14 ટકા વધ્યો, આઇઇએક્સ 11% ઘટ્યો

એસ્ટ્રાઝેનેકા ફાર્માને એક દવાની આયાત કરી ભારતમાં એ વેચવા માટેની પરવાનગી સરકાર તરફથી મળવાના પગલે શેરનો ભાવ રૂ. 8040ના નવા શીખરે ગયા પછી 14 ટકા ઉછળી રૂ. 7720 બંધ વખતે હતો. ઇન્ડીયન એનર્જી એક્સચેન્જ(આઇઇએક્સ) મંગળવારે સોમવારની કોન્ફરન્સ કોલની વિગતો આવવાના પગલે 11 ટકાના ગાબડાંએ રૂ. 211 થઇ ગયો હતો. એસ એચ કેલકરના અત્તરની મહેક બ્રોકરેજના પોઝીટીવ રિપોર્ટે બજારમાં ફેલાતા ભાવ રૂ. 305નો 52 સપ્તાહનો નવો હાઇ બનાવ્યા પછી ક્લોઝીંગમાં 16 ટકાના ગેઇને રૂ. 299 થઇ ગયો હતો. અરવીંદ સ્માર્ટસ્પેસીસ પણ 902ની નવી ઊંચાઇએ જઇ આવી અંતે 16 ટકા ઉછળી 878ની સપાટીએ વિરમ્યો હતો.        

સંસ્થાકીય નેટ લેવાલી

મંગળવારે એફઆઇઆઇની રૂ. 2784.14 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની રૂ. 3868.31 કરોડની નેટ લેવાલી રહેતાં  એકંદરે રૂ. 1084.17 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી.  બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 476.07(476.04) લાખ કરોડના સ્તરે યથાવત રહ્યું ગણાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)