Infosys Q4 Results: નફો-આવકો વધ્યાં, રૂ. 28 ડિવિડન્ડ
અમદાવાદ, 18 એપ્રિલઃ દેશની ટોચની બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક અને વર્ષ દરમિયાન મજબૂત પરિણામો નોંધાવ્યા છે. કંપનીનો ચોખ્ખો નફો ચોથા ત્રિમાસિકમાં 30 ટકા વધી રૂ. 7969 કરોડ નોંધાયો છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 6128 કરોડ હતો. કુલ આવકો અગાઉના વર્ષે રૂ. 38112 કરોડ સામે 2 ટકા સુધી વધી રૂ. 40652 કરોડ થઈ છે. વિવિધ 13 બ્રોકરેજે નફો રૂ. 6128 કરોડ અને આવક રૂ. 38413 કરોડ થવાનો અંદાજ આપ્યો હતો. જેની તુલનાએ આકર્ષક પરિણામો જાહેર કર્યા છે. આજે શેર 0.34 ટકા વધી રૂ. 1419.25 પર બંધ રહ્યો હતો.
ઈનટેક હોલ્ડિંગ GMBH હસ્તગત કરશે
ઈન્ફોસિસે પરિણામો જાહેર કરતાં એન્જિનિયરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર ઈનટેક હોલ્ડિંગ જીએમબીએચનું એક્વિઝિશન કરવાની જાહેરાત કરી છે. શેરદીઠ રૂ. 20 પેટે અંતિમ ડિવિડન્ડ અને રૂ.8 વન-ટાઈમ ડિવિડન્ડ ફાળવવાની જાહેરાત કરી છે.
નાણાકીય વર્ષમાં નફો 9 ટકા વધ્યો
બીએસઈ ખાતે કંપનીએ રજૂ કરેલા પ્રસ્તાવ અનુસાર, ગત નાણાકીય વર્ષના અંતે ઈન્ફોસિસનો ચોખ્ખો નફો 8.87 ટકા વધી રૂ. 26248 કરોડ નોંધયો છે. આવકો 146767 કરોડ સામે વધી રૂ. 153670 કરોડ થઈ છે. Q4માં શેરદીઠ કમાણી 30.2 ટકા વધી રૂ. 19.25 થઈ છે.
ઈન્ફોસિસનો છટણીનો દર 23 વર્ષની ટોચે
ઈન્ફોસિસે ગત નાણાકીય વર્ષમાં કુલ 25994 લોકોની છટણી કરી છે. જે 2001 બાદથી 23 વર્ષમાં સૌથી વધુ છે. FY24માં કર્મચારીઓની કુલ 317240 હતી. જે અગાઉના વર્ષની તુલનાએ 7.5 ટકા ઘટી છે. ચોથા ત્રિમાસિકમાં કંપનીએ 5423 કર્મચારીઓની ભરતી કરતાં છટણી દર ઘટી 12.6 ટકા નોંધાયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)