અમદાવાદ, 25 એપ્રિલઃ આઇનોક્સ વિન્ડ લિમિટેડના બોર્ડે એક શેર ઉપર ત્રણ બોનસ શેર્સના ઇશ્યૂને મંજૂરી આપ્યા બાદ તેના શેરમાં લગભગ 9 ટકાનો ઉછાળો આવ્યો હતો. બપોરે 2.30 વાગ્યે, શેર બીએસઈ પર રૂ. 644 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતાં 6.8 ટકા વધુ હતો. કંપનીએ  એક્સચેન્જો સમક્ષ ફાઇલ કરેલી વિગતોમાં જણાવ્યું હતું કે તેણે તેના શેરધારકોને તેમની પાસે રહેલા એક વર્તમાન શેર માટે ત્રણ નવા બોનસ શેર જારી કરશે. કંપનીએ આઇનોક્સ વિન્ડ એનર્જી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા શેર સ્વેપ રેશિયોમાં ગોઠવણને પણ મંજૂરી આપી હતી. આ બંને નિર્ણયોને મંજૂરી આપવા માટે પેઢીએ એક અસાધારણ બેઠક પણ બોલાવી હતી.

માર્ચ 2024 સુધીમાં, કેપિટલાઇઝેશન માટે ઉપલબ્ધ ફ્રી રિઝર્વ અને સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટની કુલ રકમ રૂ. 1,995.18 કરોડ છે. કંપનીએ તાજેતરમાં જ ભારતમાં અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની હીરો ફ્યુચર એનર્જી પાસેથી 210 મેગાવોટનો ઓર્ડર મેળવ્યો છે. આઇનોક્સ વિન્ડ દેશમાં પવન ઉર્જા સોલ્યુશનની ટોચની પ્રદાતા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)