GOLD ETFs: સારું રિટર્ન છતાં રોકાણકારોને ચમક પસંદ નથી
અમદાવાદઃ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (GOLD ETFs) ધીરે ધીરે રોકાણકારોનો રસ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેર્સ, ડિબેન્ચર્સ સહિતના ઇન્વેસ્ટેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સરખામણીમાં સારું રિટર્ન આપતાં હોવા છતાં મૂડીરોકાણના મુદ્દે GOLD ETFsની ચમક ઝાંખી પડી રહી છે. 2022ના કેલેન્ડર વર્ષની શરૂઆતનથી મન્થલી નેટ ઇન્ફ્લો (ઇન્વેસ્ટમેન્ટ)ના આંકડાઓ દર્શઆવે છે કે, એપ્રિલ-22માંજ રોકાણનો આંકડો રૂ. 1100 કરોડની સપાટીએ સ્પર્શી શક્યો છે. બાકી સતત રોકાણમાં ઘટાડો નોંધાયો છે. એસેટ ક્લાસમાંથી સોનું ધીરે ધીરે દૂર થઇ રહ્યું છે. ખાસ કરીને યંગ જનરેશન હવે વધુ રિટર્ન ઓફર કરતાં ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસ જાણતાં થયા છે. રિસર્ચ આનુસાર વાર્ષિક ધોરણે GOLD ETFs 5.5 ટકા રિટર્ન ઓફર કરી રહ્યા છે. પરંતુ ફિજિકલ ગોલ્ડની ડિમાન્ડ હવે સાવ ખપ પૂરતી જ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ પણ એ વાતને પુષ્ટિ આપે છે છે કે, પ્રિ- પેન્ડેમિક લેવલ આસપાસ ગોલ્ડ ડિમાન્ડ પહોંચી છે. પરંતુ તે ત્રીજા ક્વાર્ટર દરમિયાન 101.7 ટકાની રહી હતી.
GOLD ETFsમાં ડિમાન્ડ એટ એ ગ્લાન્સ
મહિનો | નેટ ફ્લો* | એયુએમ* |
જાન્યુઆરી | -452 | 17840 |
ફેબ્રુઆરી | -248 | 18728 |
માર્ચ | 205 | 19783 |
એપ્રિલ | 1100 | 20430 |
મે | 203 | 20262 |
જૂન | 135 | 20249 |
જુલાઇ | -457 | 20038 |
ઓગસ્ટ | -38 | 19832 |
સપ્ટેમ્બર | 330 | 19861 |
ઓક્ટોબર | 147 | 19882 |
(*આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે)