DETAILSJIO FINANCRELIANCE IND.
DISCOVERY PRICE261.852556.70
OPEN265.002531.00
HIGH278.202554.90
LOW251.752513.55
CLOSE251.752518.25
+/-Rs. 13.25રૂ. 38.45
+/-%-5.00-1.50

અમદાવાદ, 21 ઓગસ્ટઃ 100માંથી 99ને રિલાયન્સ (વિશ્વાસ) હતો કે, જિયો ફાઇનાન્સ પહેલા દિવસે તેજીનો તરખાટ મચાવશે. પરંતુ લિસ્ટિંગના શરૂઆતના સમયમાં જેમણે ખરીદ્યા તેમણે પણ પાંચ ટકાની મંદીની સર્કિટનો માતમ મનાવવો પડ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શેર સામે જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો એક શેર મેળવનારા રોકાણકારોએ લિસ્ટિંગની ગણતરીમાં જ લોઅર સર્કીટ જોતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ગીફ્ટનો આનંદ ફુસ્સ.. થઇ ગયો હતો. રૂ. 261.85ની ડિસ્કવરી પ્રાઇસ સામે રૂ. 265 ખુલી 278.20ની અપરબેન્ડ સ્ક્રીન ઉપર દેખાય તે પહેલાં જ અદ્રશ્ય થઇ જવા સાથે શેર ઘટી રૂ. 251.75ની સપાટીએ ફસકી પડ્યો હતો. અને હાથ ઘસતાં રહી ગયા હતા.

જિયો ફાઇનાન્શિયલની સાથે સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર પણ રૂ. 13.25 એટલેકે 1.50 ટકાના ઘટાડા સાથે રૂ. 2518.25ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી ઉછળી 19,400 આસપાસ; સેન્સેક્સ 267 પોઈન્ટ ઉછળ્યો, પાવર, રિયલ્ટી અને મેટલ્સ શેર્સમાં સ્ટોક સ્પેસિફીક સુધારાની ચાલ

નિફ્ટી પેકમાં સુધર્યાબજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ,
પાવર ગ્રીડ ,અદાણી એન્ટરપ્રાઈઝ
અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ
નિફ્ટી પેકમાં ઘટ્યારિલાયન્સ ઈન્ડ, M&M,
બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ,
sbi લાઈફ ઈન્સ્યોરન્સ
અને BPCL

ભારતીય ઇક્વિટી સૂચકાંકોએ અગાઉના સત્રની ખોટને ભૂંસી નાખી અને 21 ઓગસ્ટના રોજ ઊંચા સ્તરે સમાપ્ત થઈ, નિફ્ટી સમગ્ર સેક્ટરમાં ખરીદીની આગેવાની હેઠળ 19,400 ની નીચે બંધ થયો. બંધ સમયે, સેન્સેક્સ 267.43 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 65,216.09 પર અને નિફ્ટી 83.40 પોઈન્ટ અથવા 0.43 ટકા વધીને 19,393.60 પર હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે, બજારની શરૂઆત સપાટ-થી-સકારાત્મક નોંધ પર થઈ હતી અને નિફ્ટીને 19,400ની ઉપર ધકેલીને દિવસ આગળ વધતો ગયો તેમ તેમ લાભને લંબાવ્યો હતો. જોકે, ઊંચા સ્તરે વેચવાથી ઈન્ટ્રાડેના કેટલાક લાભો ભૂંસાઈ ગયા હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, રિયલ્ટી, મેટલ, પાવર અને કેપિટલ ગુડ્સમાં 1-2 ટકાના ઉછાળા સાથે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સુધારા સાથે બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં લગભગ એક ટકાનો વધારો થયો છે.