IPO: આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં BLS E-Services IPO અને SME સેગમેન્ટમાં પાંચ આઈપીઓ ખૂલશે
અમદાવાદ, 27 જાન્યુઆરીઃ આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં એક આઈપીઓ, જ્યારે એસએમઈ સેગમેન્ટમાં 5 આઈપીઓ ખૂલી રહ્યા છે. જેમાં મેઈન બોર્ડ ખાતે ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર બીએલએસ ઈ-સર્વિસિઝ (BLS E-Services IPO)નો આઈપીઓ, જ્યારે એસએમઈ સેગમેન્ટમાં Baweja Studios, Megatherm Induction, Harshdeep Hortico, Mayank Cattle Foodનો આઈપીઓ 29 જાન્યુઆરીએ ખૂલશે. જ્યારે Gabriel Pet Strapsનો આઈપીઓ 31 જાન્યુઆરીએ ખૂલશે.
BLS E-Services IPO:
બીએલએસ ઈ-સર્વિસિઝનો આઈપીઓ મંગળવારે 30 જાન્યુઆરીએથી 1 ફેબ્રુઆરી સુધી યોજાશે. કંપની રૂ. 129-135ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 310.91 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ છે. કંપનીના પ્રમોટર્સ કંપનીમાં 93.80 ટકા હોલ્ડિંગ ધરાવે છે. ગ્રે માર્કેટમાં બીએલએસ ઈ-સર્વિસિઝના આઈપીઓ માટે રૂ. 135ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 150 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે 111 ટકા લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે.
Mayank Cattle Food IPO:
મયંક કેટલ ફુડનો રૂ. 19.44 કરોડનો આઈપીઓ 29થી 31 જાન્યુઆરીએ યોજાશે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 108 છે. માર્કેટ લોટ 1200 શેર્સ છે. ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી. રિટેલ રોકાણકારે 1 લોટ માટે રૂ. 129600નું રોકાણ કરવુ પડશે. મયંક કેટલ ફુડનું બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ થશે.
Harshdeep Hortico IPO:
હર્ષદીપ હોર્ટિકોનો રૂ. 19.09 કરોડનો એસએમઈ આઈપીઓ 29થી 31 જાન્યુઆરી દરમિયાન ખૂલશે. પ્રાઈસ બેન્ડ રૂ. 42-45 છે. માર્કેટ લોટ 3000 શેર્સ છે. લિસ્ટિંગ બીએસઈ એસએમઈ ખાતે થશે. ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ જોવા મળ્યા નથી. કંપની ઈનડોર અને આઉટડોર ઉપયોગ માટે પોટ્સ અને પ્લાન્ટર્સનું ઉત્પાદન, સપ્લાય અને ડિઝાઈન કરે છે.
Megatherm Induction IPO:
મેગાર્થમ ઈન્ડક્શન રૂ. 100-108ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 53.91 કરોડનું ફંડ આઈપીઓ હેઠળ એકત્ર કરવા 29થી 31 જાન્યુઆરીએ માર્કેટમાં ઉતરશે. એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી કંપની રૂ. 15.36 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. મેગાર્થમ ઈન્ડક્શન માટે રૂ. 75 ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. આઈપીઓનું લિસ્ટિંગ 5 ફેબ્રુઆરીએ એનએસઈ એસએમઈ ખાતે થશે.
Gabriel Pet Straps Ltd. IPO:
ગેબ્રિએલ પેટ સ્ટ્રેપ્સ લિ.નો આઈપીઓ 31 જાન્યુઆરીએ ખૂલશે અને 2 ફેબ્રુઆરીએ બંધ થશે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 101 અને ઈશ્યૂ સાઈઝ રૂ. 8.06 કરોડ છે. માર્કેટ લોટ 1200 શેર્સ છે. લિસ્ટિંગ બીએસઈ એસએમઈ ખાતે થશે. કોઈ ગ્રે પ્રીમિયમ હાલ જોવા મળ્યા નથી. કંપની હેવી મટિરિયલ્સના પેકેજિંગ માટે ગેબ્રિઅલ બ્રાન્ડ હેઠળ પેટ સ્ટ્રેપ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
બે આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે
આ સપ્તાહે મેઈન બોર્ડ ખાતે બે આઈપીઓ લિસ્ટિંગ કરાવશે. જેમાં EPACK Durable IPO 30 જાન્યુઆરીએ લિસ્ટિંગ કરાવશે. રૂ. 230ની ઈશ્યૂ પ્રાઈસ સામે ગ્રે માર્કેટમાં રૂ. 10 પ્રીમિયમના આધારે લિસ્ટિંગ 5 ટકાથી વધુ પ્રીમિયમે થવાનો આશાવાદ છે. Nova AgriTechનો રૂ. 143.81 કરોડનો આઈપીઓ 31 જાન્યુઆરીએ લિસ્ટેડ થશે. ગ્રે માર્કેટમાં રૂ. 41ની ઈશ્યૂ પ્રાઈસ સામે 56 ટકા પ્રીમિયમ નોંધાયા છે.