મુંબઇ, 11 નવેમ્બરઃ સ્કોડા ટ્યૂબ્સે મલાબાર ઈન્ડિયા ફંડ લિમિટેડ અને કાર્નેલિન ભારત અમૃતકાલ ફંડ તરફથી રૂ. 55 કરોડ એકત્રિત કર્યા છે. આ બંને ફંડ્સે કંપનીમાં 9.96 ટકાનો કુલ હિસ્સો મેળવ્યો છે. આ ફાળવણીમાં મોરિશિયસ સ્થિત મલાબાર ઇન્વેસ્ટમેન્ટ્સને શેરદીઠ રૂ. 125ના ભાવે 2.4 મિલિયન શેર્સ (5.43 ટકા હિસ્સો) અને વિકાસ ખેમાનીના નેતૃત્વ હેઠળના કાર્નેલિયન ભારત અમૃતકાલ ફંડને 2 મિલિયન શેર્સ (4.53 ટકા હિસ્સો)નો સમાવેશ થાય છે. સ્કોડા ટ્યૂબ્સે તાજેતરમાં જ નવા શેર્સ ઇશ્યૂ કરીને રૂ. 275 કરોડ એકત્રિત કરવા માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે જેમાં મોનાર્ક નેટવર્થ કેપિટલ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.

ગુણવત્તા નિયંત્રણ અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવા માટે સ્કોડાએ 20,000 મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા સાથેની હોટ પિયર્સિંગ મિલ વિકસાવી છે જે તેમની સીમલેસ પ્રોડક્ટ્સના આવશ્યક કાચા માલસામાન એવા મધર હોલો બનાવવા માટે સમર્પિત છે. આ વ્યૂહાત્મક બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી સ્કોડા બાહ્ય સપ્લાયર્સ પરનું અવલંબન ઘટાડી શકે છે, ઉત્પાદન પડતર કિંમત કાબૂમાં રાખી શકે છે અને તેની ઓફરિંગ્સની ગુણવત્તાને મહત્તમ કરી શકે છે. કોઈ વધારાના મધર હોલો ખુલ્લા બજારમાં વેચાય છે જે સ્કોડાની અનુકૂલનશીલતા તથા બજાર હાજરીને દર્શાવે છે.

સ્કોડા ટ્યૂબ્સની પ્રોડક્ટ્સ ઓઈલ એન્ડ ગેસ, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, પાવર, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ, રેલવે અને ટ્રાન્સપોર્ટેશન જેવા સેક્ટર્સમાં એન્જિનિયરિંગ, ઈપીસી અને ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓમાં વિવિધ ક્લાયન્ટ્સને પૂરી પાડવામાં આવે છે. આ પ્રોડક્ટ્સ સાતત્યતા અને વિશ્વસનીયતા સાથે આ ઉદ્યોગોની વિવિધ તથા વધતી જરૂરિયાતોને સંતોષે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)