અમદાવાદ, 20 ડિસેમ્બરઃ ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના રૂ. 1200 કરોડના આઈપીઓએ 24.21 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટ્યો છે. બીએસઈ ખાતે રૂ. 493ની ઈશ્યૂ પ્રાઈસ સામે 612.70ની કિંમતે લિસ્ટેડ થયા બાદ એક તબક્કે 26.77 ટકા વધી 625ની ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં પ્રીમિયમ ઘટી 13.88 ટકા થયા હતા. 12.20 વાગ્યે 561.45ના લેવલે કારોબાર થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના આઈપીઓ માટે 33 ટકા પ્રીમિયમ (રૂ. 165) ચાલી રહ્યા હતા. જેની તુલનાએ લિસ્ટિંગ ગેઈન નીચો રહ્યો છે. કંપનીના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે કુલ 38.59 ગણો ભરાયો હતો.

ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો રૂ. 1200 કરોડના આઈપીઓ માટે રિટેલ પોર્શન 10.46 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી પોર્શન 94.29 ગણો અને એનઆઈઆઈ 29.97 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. નિષ્ણાતોને રોકાણ પર પ્રોફિટ બુક કરવા સલાહ આપી છે. માર્કેટની વર્તમાન તેજીના પગલે કરેક્શન આવવાની શક્યતા વધી છે. જેથી હાલ 60-70 ટકા રોકાણ પર પ્રોફિટ બુક કરવા સલાહ છે.

ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 203 શાખાઓ અને સમગ્ર લોન સાયકલ દરમ્યાન સ્કેલેબલ ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વ્યાપક વિતરણ નેટવર્ક સાથે રિટેલ કેન્દ્રિત સસ્તી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. નાણાકીય વર્ષ 2021 અને નાણાકીય વર્ષ 2023 દરમિયાન કંપનીની AUMમાં 40.8%નો વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે.

ISFCLનો લક્ષ્યાંક સેગમેન્ટ એ સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહક છે જે ભારતમાં ટીઅર II અને ટીઅર III શહેરોમાં નીચી અને મધ્યમ આવક જૂથમાં પ્રથમ વખત હોમ લોન લેનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)