IPO Listing: Credo Brands અને RBZ Jewellersના આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ, 5 ટકા સુધી રિટર્ન મળ્યું
અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ગઈકાલે મુથુટ ફિનકોર્પ અને સુરજ એસ્ટેટ ડેવલપર્સના નિરાશાજનક લિસ્ટિંગ બાદ આજે વધુ બે આઈપીઓએ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં ક્રેડો બ્રાન્ડ્સ (Credo Brands IPO Listing)એ રૂ. 2 પ્રીમિયમે જ્યારે RBZ Jewellersએ ફ્લેટ રૂ. 100એ આઈપીઓ લિસ્ટેડ કરાવ્યો છે.
બીએસઈ ખાતે ક્રેડો બ્રાન્ડ્સે રૂ. 280ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 2 પ્રીમિયમે રૂ. 282ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 6.71 ટકા ઉછળી 298.80ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં 10.51 વાગ્યે 2.41 ટકા પ્રીમિયમે 286.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં આઈપીઓ માટે રૂ. 100 (36 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેની તદ્દન વિપરિત લિસ્ટિંગ કરાવી રોકાણકારોને હતાશ કર્યા છે.
બીજી બાજુ અમદાવાદ સ્થિત આરબીઝેડ જ્વેલર્સે (RBZ Jewellers IPO Listing) રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ સામે ગ્રે માર્કેટમાં રૂ. 5 પ્રીમિયમના બદલે ફ્લેટ રૂ. 100એ જ લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે રૂ. 104.99 પર પહોંચ્યો હતો. નીચામાં રૂ.95 થયો હતો.
બંને આઈપીઓને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્રેડો બ્રાન્ડ્સ કુલ 51.85 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 104.95 ગણો, એનઆઈઆઈ 55.52 ગણો અને રિટેલ પોર્શન 19.94 ગણો ભરાયો હતો. આરબીઝેડ જ્વેલર્સનો આઈપીઓ પણ કુલ 16.86 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 13.43 ગણો, એનઆઈઆઈ 9.27 ગણો અને રિટેલ 24.74 ગણો ભરાયો હતો.
નિષ્ણાતોની નજરે
એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યોએ નોંધ લેવી કે, આરબીઝેડ જ્વેલર્સના શેર્સ ‘ટી’ ગ્રુપ ઑફ સિક્યોરિટીઝમાં લિસ્ટેડ થશે. જેમાં આ સ્ક્રિપ 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. બજારના સેન્ટિમેન્ટને ધ્યાનમાં લેતાં શેરમાં હાલ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળશે નહીં.
ક્રેડો બ્રાન્ડ્સના વિશિષ્ટ પાવર તેમજ કંપનીના ગુણાત્મક ફાયદાઓમાં વિવિધ પ્રોડક્ટ રેન્જમાં ફેલાયેલી મજબૂત બ્રાન્ડ ઇક્વિટી સમાવિષ્ટ હોવાથી તે બિઝનેસ મૉડલના જોખમો સામે રક્ષણ આપે છે. સ્કેલેબલ અને એસેટ-લાઇટ મોડલ પર કાર્યરત, MUFTI દર્શાવે છે. ન્યૂનતમ મૂડી રોકાણ સાથે વિસ્તરણ માટે સુગમતા દર્શાવે છે. જે ટૂંકસમયમાં 20 ટકા સુધી વધવાની શક્યતા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)