અમદાવાદ, 28 માર્ચઃ સેબીની બાજ નજરમાંથી અમુક કંપનીઓના આઇપીઓ લાવવાના સપનાઓ પર પાણી ફરી વળ્યું હોવાની મિડીયામાં ચર્ચા છે. ઇન્દિરા આઇવીએફે આઇપીઓ પાછો ખેંચી લીધો હોવાનું, સેબીએ VWORK ઇન્ડીયાના આઇપીઓને સ્થગિત કર્યો હોવાનું અને સ્ટાર એગ્રી વેરહાઉસીંગ પર ખાસ નજર રાખવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાય છે. આમ ભારતના આઇપીઓ બજારમાં ઉથલપાથલ મચી ગઇ છે. દેશની સૌથી મોટી પ્રજનન શૃંખલા, ઇન્દિરા આઇવીએફે તેના ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાના થોડા અઠવાડિયા પછી જ અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. કંપનીએ 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ પેપર્સ સબમિટ કરીને ઓફર-ફોર-સેલ દ્વારા ₹3,500 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. મિડીયામાં ચર્ચા છે કે આ કંપનીના સ્થાપક અજય મુરડિયા પર આગામી બોલીવુડ બાયોપિક ફિલ્મ 21 માર્ચે રિલીઝ થઈ હતી અને તેમાં અનુપમ ખેર અને ઇશા દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. સેબીએ કંપનીના આઇપીઓ વખતે જ ફિલ્મ રિલીઝના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હોવાનું ચર્ચાય છે. સેબીએ VWORK ઇન્ડિયાના આઇપીઓને મુલતવી રાખ્યો છે. એમ્બેસી ગ્રુપ દ્વારા સમર્થિત ફ્લેક્સિબલ વર્કસ્પેસ પ્રોવાઇડરએ 31 જાન્યુઆરી, 2025 ના રોજ આઇપીઓ માટે અરજી કરી હતી, જેમાં 4.37 કરોડ શેરના સંપૂર્ણ ઓફર-ફોર-સેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સેબીએ તેના નિર્ણયના ચોક્કસ કારણો જાહેર કર્યા નથી. સ્ટાર એગ્રીવેરહાઉસિંગ અને કોલેટરલ મેનેજમેન્ટ પણ નિયમનકારી ચકાસણીમાં ફસાયેલું હોવાની ચર્ચા છે. તેનો આઇપીઓ, જેમાં ₹450 કરોડનો નવો ઇશ્યૂ અને 2.69 કરોડ ઇક્વિટી શેરનો ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે, તેમાં અપૂરતા ખુલાસા અને ભંડોળના ઉપયોગ અંગે અસ્પષ્ટતા સબબના વાંધાઓનો સામનો કંપનીએ કરવો પડ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)