ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટીંગનો IPO તા. 19 ડિસેમ્બરે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.266-280
IPO ખૂલશે | 19 ડિસેમ્બર |
IPO બંધ થશે | 21 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.266-280 |
લોટ સાઇઝ | 53 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 19,634,960 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | ₹549.78 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
Businessgujarat.in rating | 6/10 |
અમદાવાદ, 15 ડિસેમ્બર: મુંબઈ સ્થિત ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટીંગ લિમિટેડએ તેની પ્રારંભિક પબ્લિક ઑફર માટે પ્રતિ ઇક્વિટી Rs 266 થી Rs 280 ની કિંમત સેટ કરી છે. કંપનીનો આઇપીઓ તા. 19 ડિસેમ્બરે ખુલશે અને તા. 21 ડિસેમ્બરે બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 53 ઇક્વિટી શેરો અને ત્યારબાદ 53 ઇક્વિટી શેરોના ગુણાંકમાં બિડ કરી શક્શે. પ્રતિ ઇક્વિટી Rs 2 ની ફેસ વેલ્યુની આ ઑફર કુલ 1,96,34,960 ના ઇક્વિટી શેરો સુધીના વેચાણ માટે છે.
લીડ મેનેજર્સઃ ડી.એ.એમ. કેપિટલ એડવાઈઝર્સ, ICICI સિક્યોરિટીઝ, કીનોટ ફાઈનાન્સિયલ સર્વિસીઝ બૂક રનીંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઑફરના રજિસ્ટ્રાર છે.
LISTING: બી.એસ.ઇ. અને એન.એસ.ઇમાં ઇક્વિટી શેરોનું લિસ્ટીંગ પ્રસ્તાવિત છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસઃ
Credo Brands Marketing નાણાકીય કામગીરી એક નજરે
Period | Jun23 | Mar23 | Mar22 | Mar21 |
Assets | 592.38 | 574.48 | 476.05 | 416.99 |
Revenue | 119.43 | 509.32 | 354.84 | 261.15 |
PAT | 8.58 | 77.51 | 35.74 | 3.44 |
Net Worth | 289.88 | 281.35 | 235.73 | 192.33 |
Borrowing | 11.30 | 10.08 | 13.46 | 15.23 |
મેન્સવેરને રિડિફાઈન કરવાના ઉદ્દેશથી આજથી 25 વર્ષ પહેલા કમલ ખુશલાની દ્વારા “મુફતી” બ્રાન્ડ શરૂ કરવામાં આવી હતી. કંપનીની પ્રોડક્ટ શ્રેણીમાં ટી-શર્ટથી શરૂ કરી જીન્સ ચિનોસ સુધીની તમામ વસ્ત્ર શ્રેણીનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ્સ એવી રીતે તૈયાર કરવામાં આવે છે જે વ્યક્તિને યુવા દેખાવાવાનો અહેસાર કરાવે છે અને સાથે સાથે તેમને પ્રચલિત ફેશન સ્ટાઈલ સાથે સુસંગત રાખે છે. કંપનીએ નિર્માણ કરેલ એક્સ્ક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (“ઇ.બી.ઓ.”), લાર્જ ફોરમેટ સ્ટોર્સ (“એલ.એફ.એસ.”), અને મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ (“એમ.બી.ઓ.”) વગેરેથી બનેલ વિવિધ પ્રકારની ચેનલ વિતરણ વ્યવસ્થા ઉપરાંત, ઓનલાઈન ચેનલ્સ જેમાં વેબસાઈટ અને અન્ય ઇ-કોમર્સ માર્કેટ પ્લેસમાં અમારી આ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. 30 સપ્ટેમ્બર 2023 ની સ્થિતિએ સમગ્ર ભારતમાં કુલ 1,807 ટચપોઈન્ટ્સ દ્વારા બિઝનેસ ચલાવે છે. જેમાં 404 ઇબીઓ, 71 એલ.એફ.એસ. અને 1332 એમ.બી.ઓ.નો સમાવેશ થાય છે, જેની પહોંચ મોટા મેટ્રો સિટીઝથી લઈ 3-ટાયર શહેરો અને 591 નાના-મોટા શહેરો સુધી છે. મુંબઈમાં આવેલ આ ફેશન રિટેલર કંપનીએ વર્ષ 2014થી એક કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ “મુફ્તીસ્ફિયર” બ્રાન્ડ શરૂ કરેલ છે. 1 નવેમ્બર 2023 ની સ્થિતિએ કંપનીના 137,000 ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, 3.40 મિલિયન ફેસબૂક ફોલોઅર્સ અને 15,200 યુ-ટ્યુબ સબસ્ક્રાઈબર્સ છે.
મુફ્તી મેન્સવેર આઈપીઓ ઉદ્દેશ્યો
(i) સ્ટોક એક્સચેન્જમાં ઇક્વિટી શેરની સૂચિબદ્ધ કરવાના લાભો હાંસલ કરવા | (ii) 19,634,960 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર હાથ ધરવા. |
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)