એપ્રિલમાં લિસ્ટેડ થયેલા SME IPO એક નજરે

IPOલિસ્ટિંગ ગેઈનછેલ્લોરિટર્ન%
ટ્રસ્ટ ફિનટેક48.91%150.448.91
નમન ઈનસ્ટોર33.43%117.6532.19
બ્લૂ પેબલ24.38%219.3530.57
એસ્પાયર એન્ડ ઈનો.9.81%62.2515.28
વૃદ્ધિ એન્જિનિયરિંગ6.5%78.2711.81
જીકનેક્ટ લોજિટેક10.25%42.656.63
વિશ્વાસ એગ્રી-2.79%80.5-6.4

અમદાવાદ, 5 એપ્રિલઃ SME સેગમેન્ટના બે IPOએ આજે બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને માલામાલ કર્યા છે. એનએસઈ SME સેગમેન્ટમાં રેડિયોવાલા નેટવર્ક (Radiowalla Network)ના IPOએ 59 ટકા અને ટીએસી ઈન્ફોસેક (TAC Infosec)ના IPOએ 173.58 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જે ફરી એક વખત વોલેટાઈલ માર્કેટમાં મેઈન બોર્ડની તુલનાએ આકર્ષક રિટર્ન આપવામાં સફળ રહ્યા છે.

રેડિયોવાલા નેટવર્ક લિ.ના રૂ. 14.25 કરોડના IPOએ રૂ. 76ની ઈશ્યૂ પ્રાઈસ સામે આજે 58.9 ટકા પ્રીમિયમે રૂ. 120.15ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યુ હતું. જે બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 126.15ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જ્યાંથી રોકાણકારોને 65.99 ટકા રિટર્ન આપી રહ્યો છે. ગ્રે માર્કેટમાં રૂ. 35 (46%) પ્રીમિયમ સામે મજબૂત લિસ્ટિંગ કરાવ્યું છે. રેડિયોવાલા નેટવર્ક કુલ 307.54 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 87.96 ગણો, એનઆઈઆઈ 491.86 ગણો અને રિટેલ 353.98 ગણો ભરાયો હતો.

ટીએસી ઈન્ફોસેકના રૂ. 29.99 કરોડના IPOનું બમ્પર 173.58 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 106 સામે રૂ. 290ના સ્તરે ખૂલ્યા બાદ સતત વધી 5 ટકા અપર સર્કિટ સાથે 304.50ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. ગ્રે માર્કેટમાં આ ઈશ્યૂ માટે રૂ. 115 (108 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. ટીએસી ઈન્ફોસેકનો ઈશ્યૂને રોકાણકારોને બહોળો 422.03 ગણો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 433.80 ગણુ, અને એનઆઈઆઈએ 768.89 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ક્યુઆઈબી પોર્શન 141.29 ગણો ભરાયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)