IPOની વણઝારઃ ઓક્ટોબરની શરૂઆતમાં જ વધુ 16 આઈપીઓએ ડીઆરએચપી ફાઈલ કર્યું
સેબી સમક્ષ ડીઆચએરપી ફાઈલ કરનારી કંપની
આઈપીઓ | ઈશ્યૂ સાઈઝ |
Srm contract | – |
Asirvad Micro Finance | 1500 કરોડ |
CJ Darcl Logistics | 340 OFS |
Dee Development | 325 OFS |
Krystal Integrated | 350 OFS |
Agilus Diagnostics | – |
Polymatech Electornics | 750 |
Indo Farm Equipment | – |
Popular vehicles | 250 OFS |
Tata tech | – |
Exicom Tele-Systems | 400 OFS |
Vibhor Steel tubes | 66.47 |
Azad engi | 740 |
Capital SFB | 450 OFS |
Juniper | 1800 |
Saraswati Saree Depot | – |
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાં સફળ આઈપીઓની ધૂમ વચ્ચે વધુ ને વધુ કંપનીઓ આઈપીઓ હેઠળ ફંડ ઉઘરાવી ફંડિંગ અને લિસ્ટિંગના લાભો મેળવવા માગે છે. ઓક્ટોબરની શરૂઆતના એક સપ્તાહમાં જ 16 કંપનીઓએ આઈપીઓ હેઠળ અંદાજિત 10 હજારથી 15 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યા છે. કંપનીઓએ ફ્રેશ ઈશ્યૂ મારફત અને અનુમાનિત સાઈઝના આધારે 8000 કરોડના આઈપીઓ (ઓફર ફોર સેલ સામેલ નથી) માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરવામાં આવ્યા છે.
Prime Databaseના રિપોર્ટ અનુસાર, 70થી વધુ કંપનીઓ આઈપીઓ મારફત અંદાજિત 1 લાખ કરોડનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 38 હજાર કરોડના 28 આઈપીઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. જ્યારે બાકીના રૂ. 44 હજાર કરોડના 41 આઈપીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય તાતા ટેક્નોલોજીસનો આઈપીઓ પણ સામેલ છે.
પ્રાઈમડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણ હલદિયાએ આ અંગે જણાવ્યું હતું કે, સેકેન્ડરી માર્કેટની વર્તમાન વોલેટિલિટી વચ્ચે મજબૂત લિસ્ટિંગના કારણે આગામી 3થી 4 માસમાં અનેક આઈપીઓ ખૂલી શકે છે. જો કે, લોકસભા ચૂંટણીમાં નવા આઈપીઓ વિરામ લઈ શકે છે.
ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં કુલ 31 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 26300 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. જે ગતવર્ષની સમાન સમયગાળાની તુલનાએ 26 ટકા ઘટ્યું છે. 2022-23માં 14 આઈપીઓએ રૂ. 35456 કરોડનું ફંડ ઉઘરાવ્યું હતું. જો કે, તે સમયે દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ યોજાયો હતો.
પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સઃ ભારતના પ્રથમ ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ્સ નિર્માતા પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સે સેબી સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીની ઓફરમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા રૂ. 750 કરોડ સુધીના ઇશ્યૂ સાઇઝમાં ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10) સામેલ છે. તેમાં ઓફર ફોર સેલ નથી.